રાજ્યમાં (Gujarat) ફરી એકનાર વરસાદનો (Monsoon) નવો રાઉન્ડ વરસી રહ્યો છે. ત્યારે હજી હવામાન વિભાગની આગાહી (rain forecast) પ્રમાણે, રાજ્યમાં પાચં દિવસ મધ્યમથી ભાર વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે વર્તુ 2 ડેમના કાલે ફરીવાર દરવાજા ખોલાતા દ્વારકાનાં જામરાવલ (Jamraval) ગામમાં પાણી ફરી વળ્યા છે. જેના કારણે લોકોને ગામની અંદર હોડીમાં બેસીને અવરજવર કરવા મજબૂર બન્યા છે. આ વરસાદની સીઝનમાં જામરાવલમાં કુલ 8 વાર પાણી ગામમાં આવી જતા આઠ વખત ગામ બેટમાં ફેરવાઇ ગયુ છે. જેના કારણે ગામ લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
રવિવારે પોરબંદર જીલ્લામાં સર્વત્ર અડધાથી એક ઈંચ વરસાદ નોંધાયો છે. પોરબંદર જીલ્લામાં છેલ્લા બે દિવસોથી મેઘરાજાએ પધરામણી કરતા રવિવારે જીલ્લાના પોરબંદર તાલુકામાં 16 મીમી, કુતિયાણામાં 19 મીમી અને રાણાવાવમાં 14 મીમી વરસાદ નોંધાયો છે. જીલ્લાના ઘેડ અને બરડા પંથકમાં પણ અડધોથી એક ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. રવિવારના વરસાદ બાદ પોરબંદર જીલ્લામાં મોસમનો કુલ વરસાદ પોરબંદરમાં 1282 મીમી, રાણાવાવમાં 1585 મીમી અને કુતિયાણામાં 1452 મીમી નોંધાયો છે.