મુકુંદ મોકરિયા, દેવભૂમી દ્વારક: વાવણી કરેલ ખેતરો પાણીમાં ગરકાવ થતા પાક માં નુકશાની ની ભીતી સેવાઈ રહી છે. અનેક ખેતરોમાં પાક પણ પાણીમાં ગરકાવ થતાં જમીન ધોવાણ થયું હતું વાવણી કરેલ ખેતરો પાણીમાં ગરકાવ શાકભાજી નો પાક પણ પાણીમાં ગરકાવ જોવા મળ્યો હતો. ભારે વરસાદના પગલે સાની ડેમના પાણી સૂર્યાવદર, રાણપરડા સહિતના ગામોના સિમોના ખેતરોમાં દૂર દૂર સુધી પાણી પાણી ફરી વળ્યાં હતા, ત્યારે ખેડૂતોને ભારે હાલાકી પડી રહી છે. ખેતરોમાં જઇ શકાય એવી સ્થિતિ નથી ખેતરોમાં મકાનોમાં પાણી હોય ખેડૂતોને અવરજવર પણ કરવી મુશ્કેલી બની છે.
ભારે વરસાદના પગલે જન જીવન પ્રભાવિત થયું છે કલ્યાણપુર તાલુકામાં ખાબકેલા 6 ઇંચ વરસાદે ચારે તરફ પાણી પાણી કરી દીધા છે ત્યારે નદીઓ અને જળાશયોમાં પણ પાણીની આવક થઇ છે. સાની ડેમ આ વર્ષે ખાલી રહેશે જેને પગલે ડેમનું પાણી સીધું રાવલ રાણપરડા ગામના સીમ વિસ્તારોમા પહોંચતા ખેતરોમાં પાણી ફરી વળ્યાં છે. રાવલ સૂર્યાવદરને જોડતા માર્ગો પર પાણી ફરી વળતા લોકોને પણ હાલાકી પડી રહી છે.
બીજી બાજુ, ગુજરાતમાં વરસાદને લઈને હવામાન વિભાગે (Meteorological Department) આગામી પાંચ દિવસ માટે આગાહી (Gujarat rain forecast) કરી છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આગામી પાંચ દિવસ ગુજરાતમાં ભારે વરસાદ (Gujarat heavy rain forecast) પડી શકે છે. ખાસ કરીને આઠમી અને નવમી જુલાઈના રોજ ભારે વરસાદ પડી શકે છે. આગામી પાંચ દિવસ દરમિયાન આખા ગુજરાતમાં વરસાદ પડશે. પાંચ દિવસ દરમિયાન વલસાડ, નવસારી, કચ્છ, જામનગર અને દ્વારકામાં અતિભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. આ દરમિયાન માછીમારોને દરિયો ન ખેડવાની સલાહ આપવામાં આવી છે. આગામી પાંચ દિવસ દરમિયાન અમદાવાદ શહેરમાં મધ્યમથી હળવો વરસાદ (Ahmedabad rain forecast) પડી શકે છે.
વરસાદની આગાહી: છઠ્ઠી જુલાઈના રોજ દેવભૂમિ દ્વારકા, કચ્છ, જૂનાગઢ, ગીર-સોમનાથ, સુરત, નવસારી અને વલસાડમાં ભારે વરસાદ પડવાની આગાહી છે. 7મી જુલાઈ: સાતમી જુલાઈના રોજ ભાવનગર, ભરૂચ અને સુરતમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની સંભાવના છે. જૂનાગઢ, અમરેલી, ગીર-સોમનાથ, તાપી, ડાંગ, નવસારી, વલસાડમાં ભારે વરસાદ પડવાની આગાહી છે.
8મી જુલાઈ: દેવભૂમિ દ્વારકા, નવસારી અને ડાંગમાં અતિભારે વરસાદની આગાહી. જામનગર, રાજકોટ, જૂનાગઢ, ગીર-સોમનાથ, સુરત, તાપી અને ડાંગમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી. કચ્છ, મોરબી, અમરેલી, ભાવનગર, ભરૂચ અને નર્મદામાં ભારે વરસાદ પડી શકે છે. 9 જુલાઈએ કચ્છ, જામનગર, દેવભૂમિ દ્વારકામાં અત્યંત ભારે વરસાદની આગાહી છે. મોરબી, રાજકોટ, પોરબંદર, ડાંગ, વલસાડ અને નવસારીમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. જૂનાગઢ, ગીર-સોમનાથ, સુરત, ભરૂચ, નર્મદા, તાપીમાં ભારે વરસાદની આગાહી છે. 10 જુલાઈએ અત્યંત ભારે વરસાદની આગાહી નથી. વલસાડ, કચ્છ, દેવભૂમિ દ્વારકા અને પોરબંદરમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. મોરબી, રાજકોટ, જૂનાગઢ, સુરત, તાપી, ડાંગ અને નવસારીમાં ભારે વરસાદ પડી શકે છે.