Home » photogallery » kutchh-saurastra » દેવભૂમિ દ્વારકાઃ દેવો નગરીમાં ડ્રગ્સના મોટા રેકેટનો પર્દાફાશ, કેવી રીતે ચાલતું હતું કરોડોનું ડ્રગ્સ રેકેટ?

દેવભૂમિ દ્વારકાઃ દેવો નગરીમાં ડ્રગ્સના મોટા રેકેટનો પર્દાફાશ, કેવી રીતે ચાલતું હતું કરોડોનું ડ્રગ્સ રેકેટ?

devbhumi dwarka crime news: દ્વારકામાં પોલીસે (police) ૧૭.૬૫૧ કિ.ગ્રા. હેરોઇન તથા મેથાએમફેટામાઇન કુલ કિંમત રૂ . ૮૮.૨૫ કરોડના જંગી ડ્રગ્સના જથ્થા સાથે એક ઇસમને પકડી પાડ્યો હતો.

 • 17

  દેવભૂમિ દ્વારકાઃ દેવો નગરીમાં ડ્રગ્સના મોટા રેકેટનો પર્દાફાશ, કેવી રીતે ચાલતું હતું કરોડોનું ડ્રગ્સ રેકેટ?

  કિંજલ કારસરીયા, જામનગર, મુકુંદ મોકરિયા, દેવભૂમિ દ્વારકા : અત્યારનાં સમયમાં ગુજરાતમાં ડ્રગ્સનું (Drugs in Gujarat) ચલણ વધી રહ્યું છે તેમ દરરોજ ડ્રગ્સ સાથે આરોપીઓ પકડાઇ રહ્યાં છે. ત્યારે વધુ એક વખત દેવોની નગરી ગણાતા દ્વારકામાં પોલીસે ૧૭.૬૫૧ કિ.ગ્રા. હેરોઇન તથા મેથાએમફેટામાઇન કુલ કિંમત રૂ . ૮૮.૨૫ કરોડના જંગી ડ્રગ્સના જથ્થા સાથે એક ઇસમને પકડી પાડ્યો હતો. આ સાથે જ પોલીસની ટીમોનો તપાસનો ધમધમાટ શરુ થઈ ગયો હતો. અને આરોપીઓને ઘરમાં સર્ચ ઓપરેશન કર્યું હતું. જ્યાંથી વધુ ડ્રગ્સ ઝડપાયું હતું.

  MORE
  GALLERIES

 • 27

  દેવભૂમિ દ્વારકાઃ દેવો નગરીમાં ડ્રગ્સના મોટા રેકેટનો પર્દાફાશ, કેવી રીતે ચાલતું હતું કરોડોનું ડ્રગ્સ રેકેટ?

  મળતી માહિતી પ્રમાણે SOG પોલીસ સબ ઇન્સ્પેકટર પી . સી . સીંગરખીયા તથા એ.એસ.આઇ. મહમદભાઇ યુસુફભાઇ નાઓને સંયુકતમાં તેમના વિશ્વાસુ બાતમીદાર મારફતે મૌખીક રીતે બાતમી હક્તિ મળેલ છે કે , શહઝાદ ઘોસી રહે , થાણે મુંબઇ વાળો ગઇ તા .૦૭ / ૧૧ / ૨૦૨૧ ના રોજ જામ ખંભાળીયા આવેલ હતો અને આરતી ગેસ્ટહાઉસમાં રોકાયેલ હતો અને તે માણસ નશીલા પદાર્થ ડ્રગ્સની હેરફેર કરવા માટે આવેલ હતો અને તા , ૦૯ / ૧૧ / ૨૦૨૧ ના રોજ આરતી હોટલથી ચેકઆઉટ કરી નશીલા પદાર્થ ડ્રગ્સ સાથે પરત થાણે મુંબઇ જવાનો છે.

  MORE
  GALLERIES

 • 37

  દેવભૂમિ દ્વારકાઃ દેવો નગરીમાં ડ્રગ્સના મોટા રેકેટનો પર્દાફાશ, કેવી રીતે ચાલતું હતું કરોડોનું ડ્રગ્સ રેકેટ?

  આમ , આ બાતમીના આધારે નિયમાનુસાર કાર્યવાહી કરતા જુદી જુદી ટીમો બનાવી આરાધના ધામના પ્રથમ ગેટની સામેના રોડની બાજુએ એક ઇસમ નામે સજ્જાદ સ.ઓફ. સિકંદર બાબુ ઘોસી , ઉં.વ. ૪૪ , ધંધો- શાકભાજીનો વેપારી , રહે , નિલમ ચાલ , રાજા મસ્જિદ પાસે , દેવરીપાડ , કૌશા , મુંબસ , થાણે , રાજ્ય મહારાષ્ટ્ર વાળો બાતમી અનુસારની વિગતો ધરાવતો મળી આવતા કાયદાનુસાર નિયમો મુજબ તેની ઝડતી તપાસ કરતા તેના કબ્જાના બેગમાંથી કુલ ૧૭.૬૫૧ કિ.ગ્રા . હેરોઇન તથા મેથાએમફેટામાઇન કુલ કિંમત રૂ . ૮૮,૨૫,૫૦,૦૦૦ નો ડ્રગ્સનો જથ્થો તથા એક મોબાઇલ ફોન ક્રિમત રૂ .૧૦૦૦ ગણી કુલ કિંમત રૂ . ૮૮,૨૫,૫૧,૦૦૦ નો મુદ્દામાલ કબ્જે લઈ આરોપી ઈસમને અટક કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ.

  MORE
  GALLERIES

 • 47

  દેવભૂમિ દ્વારકાઃ દેવો નગરીમાં ડ્રગ્સના મોટા રેકેટનો પર્દાફાશ, કેવી રીતે ચાલતું હતું કરોડોનું ડ્રગ્સ રેકેટ?

  સદરહુ આરોપી નંબર ( ૧ ) સજ્જાદ સાઓફ સિકંદર બાબુ ઘોસીની પૂછપરછ કરતા કબ્જે કરેલ ડ્રગ્સ સલાયાના રહેવાસી સલીમ થાકુબ કારા તથા તેના ભાઈ અલીભાઇ ચાકુબભાઇ કારા પાસેથી લાવેલ હોવાનું જણાવતા હોય આરોપી નંબર ( ૧ ) સજ્જાદ સાઓફ સિકંદર બાબુ ઘોસી , આરોપી નંબર ( ૨ ) સલીમ યાકુબ કારા તથા આરોપી નંબર ( 3 ) અલીભાઇ ચાકુબભાઇ કારાનાએ ગેરકાયદેસર રીતે પોતાના અંગત ફાયદા માટે તથા વેચાણ અર્થે માદક પદાર્થ હેરોઇન તથા મેથાએમફેટામાઇન ડ્રગ્સની ભારતમાં આયાત કરી હતી.

  MORE
  GALLERIES

 • 57

  દેવભૂમિ દ્વારકાઃ દેવો નગરીમાં ડ્રગ્સના મોટા રેકેટનો પર્દાફાશ, કેવી રીતે ચાલતું હતું કરોડોનું ડ્રગ્સ રેકેટ?

  પોતાના કબજામાં રાખી તથા આરોપી નંબર ( ર ) તથા ( ૩ ) વાળાએ સદરહુ પદાર્થ હેરોઇન તથા મેથાએમફેટામાઇન ડ્રગ્સ આરોપી નંબર ( ૧ ) ને હેરાફેરી કરવા માટે આપી આરોપીઓએ એકબીજાને માદક પદાર્થ હેરોઇન તથા મેથાએમટામાઇન હેરાફેરી, ખરીદ - વેચાણ કરવામાં મદદગારી કરી કુલ- ૧૭,૬૫૧ કિ.ગ્રા . ફીરોઇન તથા મેથાએમફેટામાઇન કિ . રૂ. ૮૮,૨૫,૫૦,૦૦૦ તથા મોબાઇલ ફોન નંગ ૦૧ જેની કિં.રૂ .૧૦૦૦ તથા પ્લાસ્ટીકની નાના મોટો પડીકા નંગ -૧૯ કિ.રૂ. ૦૦/૦૦ તથા માદક પદાર્થના વેચાણ તથા હેરાફેરી કરવા માટે ઉપયોગમાં લીધેલ લગેજ બેગ તથા સ્કુલ બેગ ફૂલ નંગ - ૦૩ કિ .1 , ૦૦/૦૦ ગણી કુલ શ ૮૮,૨૫,૫૧,૦૦૦ ના મુદામાલ સાથે ત્રણેય મજકુર ઈસમો વિરુધ્ધ એન.ડી.પી.એસ , કલમ ૮ ( સી ) ૨૦ બી ) , ૨૩ સી ) , ૨૫ ( એ ) , ૨૯ મુજબ ગુન્હો કરેલ હોય વાડીનાર મરીન પો.સ્ટે . ખાતે ફરિયાદ દાખલ કરી આગળની તપાસ હાથ ધરી હતી.

  MORE
  GALLERIES

 • 67

  દેવભૂમિ દ્વારકાઃ દેવો નગરીમાં ડ્રગ્સના મોટા રેકેટનો પર્દાફાશ, કેવી રીતે ચાલતું હતું કરોડોનું ડ્રગ્સ રેકેટ?

  તપાસ દરમ્યાન ઉપરોક્ત આરોપી નંબર ( ૧ ) સજ્જાદ સ.ઓફ સિકંદર બાબુ ઘોસીની પૂછપરછ કરતા કબ્જે કરેલ ડ્રગ્સ સલાયાના રહેવાસી સલીમ યાકુબ કારા તથા તેના ભાઈ અલીભાઇ યાકુબભાઇ કારા પાસેથી લાવેલ હોવાની વિગત જણાવેલ જેથી આરોપી સલીમ યાકુબ કારા તથા અલી ચાકુબ કારા બંને રહે સલાયાના ઘરે ઝડતી તપાસ કરતા આરોપી સલીમ યાકુબ કારાના ઘરેથી લાગતા વળગતા કબ્જે કરેલ પેકેટ જેવા બીજા ૪૭ પેકેટ્સ માદક પદાર્થ મળી આવેલ જેથી આગળની તપાસ અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.

  MORE
  GALLERIES

 • 77

  દેવભૂમિ દ્વારકાઃ દેવો નગરીમાં ડ્રગ્સના મોટા રેકેટનો પર્દાફાશ, કેવી રીતે ચાલતું હતું કરોડોનું ડ્રગ્સ રેકેટ?

  આરોપીઓ ( ૧ ) સજ્જાદ સ.ઓફ સિકંદર બાબુ ઘોસી , જાતે મુસ્લીમ ઉં.વ .૪૪ ધંધો.શાકભાજીનો વેપાર રહે . ૦૭ , નિલમ ચાલ , રાજા મસ્જીદ પાસે , દેવરી પાડા , કૌશા , મુંબરા , થાણે રાજ્ય , મહારાષ્ટ્ર , ( ૨ ) સલીમ યાકુબ કારા , રહે સલાયા , તા . ખંભાલીયા , જિલ્લો દેવભૂમિ દ્વારકા ( ૩ ) અલીભાઇ યાકુબભાઇ કારા , રહે સલાયા , તા . ખંભાલીયા , જિલ્લો દેવભૂમિ દ્વારકા.

  MORE
  GALLERIES