મુકુંદ મોકરિયા, દેવભૂમિ દ્વારકાઃ દેવભૂમિ દ્વારકા (Devbhumi dwarka) જીલ્લાના ઓખા મંડળમાં ઘાતકી હત્યાનો (murder case) કિસ્સો સામે આવતા સનસનાટી મચી જવા પામી છે. મીઠાપુર ખાતે રીસામણે બેસેલ પત્નીને મળવા ગયેલ પતિની મોડી રાત્રે પથ્થરના ઘા ફટકારી ઘાતકી હત્યા (husband murder) નીપજાવવામાં આવી છે. આ હત્યા પત્ની અને સાળા અને સાસુએ સાથે મળી યુવાનને મોતને ઘાટ ઉતારી દેતા સમગ્ર પંથકમાં ભારે ચર્ચા જાગી છે.
મળતી માહિતી પ્રમાણે દેવભૂમિ દ્વારકાના ઓખા મંડળના મીઠાપુરમાં ઘટેલી ઘટનાની વિગત મુજબ, અહીના ઉદ્યોગ શક્તિ નગર વિસ્તારમાં ખેંગારભા વાઘેર ઉવ 35 નામના યુવાન પોતાના પુત્ર સાથે પોતાની પત્નીને મળવા પુત્ર સાથે ગયેલા ખેંગારભા રાત્રીના સમયે પોતાના સાસુના ઘરે પહોંચ્યા જ્યા કોઈ મામલે મામલો ઉગ્ર બન્યા બાદ આ યુવાનની ભર બજારે ઘાતકી હત્યા નીપજાવવામાં આવી હતી.