યાત્રાધામ દ્વારકામાં ગૂગળી બ્રાહ્મણ કાર્યાલયમાં એક બ્રાહ્મણના 45 વર્ષીય પુરુષે દવાની બોટલ ગટગટાવી.. બ્રાહ્મણ ગુગળી જ્ઞાતિ કાર્યાલયમાં કોઈ કામ અર્થે બોલાચાલી થઈ જતા આ પુરુષે અચાનક દવાની બોટલ કાઢી પી લેતા બેભાન થઈ ગયા હતા.. ઝેરી દવા પી જનારને 108 દ્વારા સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા.. આ શખ્સને વધુ ગંભીર હાલતમાં જોતા ડોક્ટર દ્વારા ખંભાળિયા હોસ્પિટલ રીફર કરવા મા આવેલ.. આ સમગ્ર મામલે ગુગળી બ્રાહ્મણ સમાજમાં ઘેરા શોકની લાગણી.. સમગ્ર મામલે પોલીસ ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી..
બનાવની વિગત એવી છે કે દ્વારકાના બ્રહ્મપુરી રોડ પર ગુગળી બ્રાહ્મણ જ્ઞાતિનું કાર્યાલય આવેલું છે. આ કાર્યાલયમાં આજે એક વ્યક્તિએ ફિનાઇલ ગટગટાવી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હોવાનો ફોન 108ને મળ્યો હતો. 108 તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને આપઘાતનો પ્રયાસ કરનાર વ્યક્તિને એમ્બ્યુલન્સમાં લઈ અને સારવાર માટે ધસી ગઈ હતી.