દેવભૂમિ દ્વારકા: રાજ્યમાં દરરોજ અકસ્માત (Road accidents)ની અનેક ઘટના સામે આવે છે. આજે દેવભૂમિ દ્વારકા (Devbhoomi Dwarka) જિલ્લામાં થયેલા એક અકસ્માતમાં ત્રણ લોકોના કમકમાટીભર્યાં મોત થયા છે. અકસ્માતમાં કારના ફૂરચા નીકળી ગયા છે. અકસ્માતમાં અમદાવાદ (Ahmedabad)ના એક પરિવારના બે લોકોએ જીવ ગુમાવ્યો છે. અકસ્માત સ્થળની જે તસવીરો સામે આવી છે તેના પરથી અંદાજ લગાવી શકાય છે કે ટક્કર કેટલી જોરદાર હશે.
આ અંગે મળતી માહિતી પ્રમાણે દેવભૂમિ દ્વારકા-ખંભાળિયા હાઇવે પર સોનરડી ગામ (Sonardi village) પાસે આ ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. જેમાં બે કાર વચ્ચે ટક્કર થતાં ત્રણ લોકોનાં મોત થયા છે. અકસ્માતમાં અમદાવાદના પરિવારે બે સભ્યો ગુમાવ્યા છે. આ ઉપરાંત આ અકસ્માતમાં ભાટિયાની એક યુવતીનું પણ ઘટના સ્થળે જ મોત થયું છે.