દ્વારકા : રાજ્યમાં લગ્નસરાની સિઝન શરૂ છે. કોરોના વાયરસના સંક્રમણની વચ્ચે સરકારે લગ્ન કરવા માટે મર્યાદિત સંખ્યામાં મહેમાનો લાવવાની છૂટ આપી છે. જોકે, જેમના ઘરે પ્રસંગ હોય ત્યાં ઉત્સાહમાં આ બધી વાતો ભૂલાઈ જાય છે. લગ્નસરામાં ભીડ એકઠવી થવી સામાન્ય છે પરંતુ આજે દ્વારકાના જામખંભાળિયા તાલુકાના મોવાણ ગામે એક અનોખો લગ્ન થયા હતા. અહીંયા જાન લાલ મોટરમાં ગુલાબી ગજરો લઈને નહીં પરંતુ સફેદ હેલિકોપ્ટરમાં આવી હતી. જેના કારણે લોકોના ટોળેને ટોળા એકઠા થઈ ગયા હતા.