પ્રકાશ સોલંકી, બોટાદ : રાજ્યની (Gujarat) 81 નગરપાલિકા, 31 જિલ્લા પંચાયતો, 231 તાલુકા પંચાયતોની સામાન્ય તથા 23 નગરપાલિકા અને 3 તાલુકા પંચાયતની પેટા ચૂંટણી (Local Body polls) આજે રવિવારે 28 ફેબ્રુઆરીના (Sunday, 28th February) રોજ મતદાન યોજાઈ રહ્યું છે. જોકે, આ મતદાન દરમિયાન આરોગ્ય વિભાગના કર્મચારીએ હાજર રહેવાનું હોય છે અને મતદારોને કોરોના કીટ જેમ કે માસ્ક, ગ્લવ્ઝ પહેરાવીને મતદાન કરાવાવાનું હોય છે.
આ ચૂંટણીમાં ભાજપ (BJP) અને કૉંગ્રેસ (Congress) વચ્ચે જંગ રહેશે. આ સાથે AAP, BSP અને AIMIM પણ ચૂંટણી લડી રહ્યાં છે. ચૂંટણીમાં મતદાનનો સમય સવારના 7થી સાંજના 6 વાગ્યા સુધીનો છે. જ્યારે કોરોનાગ્રસ્ત દર્દીઓ સાંજના 5થી 6 વાગ્યા સુધીમાં મતદાન કરી શકશે. . જ્યારે 2 માર્ચે મતગણતરી (Voting) હાથ ધરાશે. રાજ્યની 8200થી વધુ બેઠકો પર 22,200 કરતાં વધુ ઉમેદવારોનું ભાવિ ઈવીએમ કેદ થશે.