પ્રકાશ સોલંકી, સાળંગપુર : સાળંગપુર હનુમાનજી મંદિર (Sarangpur Hanumanji Temple) ખાતે અયોધ્યા (Ayodhya Ram Mandir) નિર્માણ માટે નિધિ અર્પણ કાર્યક્રમનું આયોજન કરાયું હતુ. વડતાલ તાબાના સાળંગપુર, ગઢડા, રાજકોટ, જૂનાગઢ સહિતના મંદિરના સંતો હાજર રહ્યા હતા. વડતાલ તાબાના મંદિરો દ્વારા રામ મંદિર નિર્માણ માટે 1 કરોડની નિધિ આપવામાં (Donation) આવી છે. શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ખાસ હાજર રહ્યા હતા.
અયોધ્યા રામ મંદિર નિર્માણ માટે સમગ્ર દેશમાં નિધિ એકત્રિત કરવા માટે અલગ અલગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જેમાં લાખો કરોડોની રકમમાં અયોધ્યા મંદિર નિર્માણ માટે લોકો નિધિ અર્પણ કરી રહ્યા છે. ત્યારે આજે વિશ્વ વિખ્યાત સાળંગપુર હનુમાનજી મંદિર ખાતે વડતાલ તાબાના મંદિરો દ્વારા નિધિ અર્પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જે કાર્યક્રમમાં શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા ખાસ રહ્યા હતા. આ સાથે વડતાલ તાબાના સાળંગપુર, ગઢડા,રાજકોટ તેમજ જૂનાગઢ મંદિરના સંતો મોટી સંખ્યામાં હાજર રહ્યાં હતા.
500 વર્ષથી વિશ્વના હિન્દુઓની લાગણી હતી કે, અયોધ્યામાં જ રામ મંદિર બને કેટલાક લોકો એવું કહેતા હતા કે આ દેશ ધાર્મિક દેશ છે ગામે ગામ રામજી મંદિર છે, હનુમાનજી મદિર છે અને દેવી દેવતાઓના મંદિર છે પરતું જેની સાથે સમગ્ર દેશનું સ્વભિમાન જોડાયું છે. રામ અંહીયા જ જન્મ્યા હતા કે નહી એની ચર્ચા થોડી થાય પણ ચર્ચા થાય સેકડો વર્ષ સુધી થાય અને કોર્ટમાં થાય અને સત્યનો વિજય થયો અને કોર્ટે કીધું આજ રામ જન્મ ભૂમિ છે. સાળંગપુર હનુમાનજી મદિર અને મંદિર સાથે જોડાયેલ અન્ય મંદિર દ્વારા આજે રામ મંદિર માટે એક કરોડ જેટલી મોટી રકમ આપી છે જે નાની વાત નથી .