રાણપુરમાં આજે પાડેલી રેડ દરમિયાન ત્રણ અલગ અલગ જગ્યા પર રેડ પાડવામાં આવી હતી. જેમાં બે જગ્યા પરથી 12 લીટર દેશી દારૂ મળી આવ્યો હતો અને મહિલા બુટલેગરને ત્યાંથી 6.29.570 રોકડા મળી આવ્યા હતા, જેની સામે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તેમજ બરવાળા તાલુકામાં દેશી દારૂની ભઠી ચલાવતા ઇસમોને ત્યાં ચેકિગ હાથ ધરવામાં આવ્યું હતુ. સમગ્ર રેડમાં એલ.સી.બી. સહિત જિલ્લાના ડી.વાય.એસ.પી., પી.આઈ., પી.એસ.આઇ અને સ્ટાફ જોડાયો હતો.