પ્રકાશ સોલંકી, બોટાદ : દેશમાં વિવિધ રાજ્યોમાં ચાલી રહેલા લાઉડ સ્પીકર (Loud speaker Conrtoversy) ના પડઘા હવે ગુજરાતના બોટાદ (Botad)માં પણ પડ્યા છે. ધાર્મિક સ્થળો પર લાઉડ સ્પીકરના ઉપયોગનો વિવાદ બોટાદ સુધી આવી પહોંચ્યો છે. બોટાદમાં સિરાજ ઉર્ફે ડોનના (Siraj Don) નામથી કુખ્યાત લુખ્ખા તત્વએ લાઉડ સ્પીકર ઉતારી લેવાની ધમકી આપતા મામલો ગરમાયો હતો. શહેરના વિશ્વ હિન્દુ પરિષદના (Botad VHP President) પ્રમુખને ધમકી મળતા પોલીસ હરકતમાં આવી હતી. પોલીસે સિરાજની અટકાયત કરી છે. પોલીસે સિરાની અટકાય કરી અને તેના 'મોર બોલાવી દીધા હતા. જોકે, આજે બોટાદ નગરપાલિકા દ્વારા સિરા ડોનના ગેરકાયદેસર બાંધકામ પર બુલડોઝર ચલાવી દેવાયું છે