સંજય ટાંક : ગઢડામા સવામીનારાયણ ભગવાનની 200 વર્ષ જૂની પરંપરા છેલા ૧૨ વર્ષ થી તુટી રહી હતી તે આખરે ફરી જીવંત થઈ છે. ગઢડા ખાતે 12 વર્ષ પછી જળજીલન યાત્રા કાઢવામાં આવી છે. આ યાત્રામાં ભાગ લેવા માટે મોટી સંખ્યામાં હરિભક્તો જોડાયા છે. આ કાર્યક્રમમાં રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી ખાસ ઉપસ્થિત રહ્યા છે. યાત્રાને લઈને ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે. જળજીલણ યાત્રા શરૂ થતાની સાથે જ વર્ષોથી ચાલતા વિવાદનો અંત આવ્યો છે.
નોંધનીય છે કે ગોપીનાથજી સ્વામિનારાયણ મદિરમાં આચાર્ય પક્ષ દ્વારા જળજીલણી એકાદશીના દિવસે નીકળતી ઠાકોરજીની જળયાત્રા કાઢવામાં આવતી હતી, પરતું 2007માં જે રસ્તા પરથી પાલખીયાત્રા નીકળે છે તે રસ્તો બીએપીએસ સ્વામિનારાયણ મંદિર દ્વારા બંધ કરી દેતા વિવાદ સર્જાયો હતો. આ વર્ષે દેવપક્ષની નવી બોડી મદિમાં આવતા તેમના દ્વારા પાલખી યાત્રા કાઢવાનું નક્કી કરાયું છે.
હાલ સમગ્ર મામલો સુપ્રીમ કોર્ટેમાં પેન્ડિંગ છે. ગઢડા બીએપીએસ સંસ્થા દ્વારા બંધ કરાયેલો રસ્તો ખુલ્લો ન કરે ત્યાં સુધી ઠાકોરજીની જળયાત્રા છેલ્લા 12 વર્ષથી નીકળતી ન હતી. આ દીવાલ મુદ્દે મારામારી પણ થઈ હતી. આ મામલે પોલીસે ફરિયાદ નોંધી હતી. દીવાલ મુદ્દે આચાર્ય પક્ષના ઘનશ્યામ સ્વામીએ 39 દિવસના ઉપરાવાસ કર્યા હતા અને 35 દિવસ સુધી ગઢડા શહેર બંધ રહ્યું હતું.