આ મામલે મળતી માહિતી પ્રમાણે બરવાળાની ઝબૂબા હાઇસ્કૂલની બહાર વિદ્યાર્થીઓ રમી રહ્યાં હતાં. ત્યારે જ એક દિવાલ પર લાગેલા સળિયો વિદ્યાર્થીના હાથની આંગળીઓ વચ્ચે ઘુસી જતા ચકચાર મચી ગઇ હતી. આ ઘટનાની જાણ 108ને કરવાથી તરત જ તેને લોખંડના સળિયા સાથે જ હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો.