રાજ્ય તેમજ કેન્દ્ર સરકાર દ્વારા લોકોની સુખાકારી માટે તેમજ નગર –મહાનગરના વિકાસ માટે રોડ–રસ્તાની કરોડો રૂપિયાની ગ્રાન્ટ આપવામાં આવે છે. ત્યારે રોડ-રસ્તાના કામોમાં મોટાપાયે ભ્રષ્ટાચાર થતો હોવાની વારંવાર ફરિયાદો પણ તંત્ર સુધી લોકો કરતા હોય છે. પણ મોટાભાગની ફરિયાદો માત્ર સાંભળવા ખાતર થતી હોય છે. તેવી ફરિયાદો પર ખુબ ઓછા અધિકારી કામ કરતા જોવા મળે છે. ત્યારે રોડ-રસ્તાના કામોમાં અધિકારી તેમજ પદાધિકારીઓ સાથે મળી ભ્રષ્ટાચાર કરતા હોવાના આક્ષેપો થતા જોવા મળે છે. ત્યારે બોટાદ નગરપાલિકાના ચીફ ઓફિસર પોતાની અલગ કામગીરીથી બોટાદમાં ઓળખાણ ધરાવે છે. (પ્રકાશ સોલંકી, બોટાદ)
બોટાદ નગરપાલિકા વિસ્તાર વોર્ડ નંબર ૧માં ડોક્ટર હિતેશ કુકડીયાની હોસ્પિટલથી તુરખા રોડ પર આવેલ શિવ ફર્નીચર સુધીના રૂપિયા ૧૦ લાખના ખર્ચે આર.સી.સી. રોડ બનાવવાનું કામ ભવાની કન્સ્ટ્રકશન દ્વારા કરવામાં આવ્યું હતું. પણ રોડનું નબળું કામ થતી હોવાની વારંવાર ફરિયાદો ચીફ ઓફિસરને લોકો દ્વારા કરવામાં આવતી હતી. જેને લઈ આજે બોટાદ નગરપાલિકા ચીફ ઓફિસર દ્વારા આવા નબળા કામો સામે લાલ આંખ કરતા નગરપાલિકા ના નબળા કામો કરતા કોન્ટ્રકટરોમાં ફફડાટ મચી જવા પામેલી છે.
વોર્ડ નંબર ૧માં ડોક્ટર હિતેશ કુકડીયા ની હોસ્પિટલથી તુરખા રોડ પર આવેલ શિવ ફર્નીચર સુધીના રૂપિયા ૧૦ લાખના ખર્ચે નવો બનતો આર.સી.સી. રોડની ઓચિંતી રૂબરૂ મુલાકાત ચીફ ઓફિસર પાચાભાઈ માળી દ્વારા લેતા લોકોની ફરિયાદને ગંભીરતાથી લઈ આર.સી.સી. રોડ પર ચાલતા કામોની મુલાકાત લેતા ગુણવતા મુજબનું કામ થતું ન હોવાના કારણે તેમજ નબળું અને હલકી ગુણવતા વાળું કામ થતું હોય ચીફ ઓફિસર દ્વારા નબળું કામને લઈ નવો બનેલો રોડ તોડી ફરી પાછો નવો રોડ બનાવવાની સૂચના આપી હતી.
બોટાદ નગરપાલિકા ચીફ ઓફિસર દ્વારા કોન્ટ્રકટર દ્વારા આર.સી.સી. રોડમાં ચાલતા નબળા કામોને લઈ લીધેલ નિર્ણય સ્થાનિક લોકોએ આવકારયો હતો . જયારે આ બાબેત ગુજરાત સત્તા દ્વારા બોટાદ ચીફ ઓફિસર ને ખાસ જણાવવા માંગે છે કે બોટાદ ના આ એક વિસ્તાર માં નહિ પણ આપ રૂબરૂ અન્ય વિસ્તારો માં રૂબરૂ તપાસ કરશો તો મોટાભાગ ના કામો માં નબળું કામ જોવા મળશે અને જો આજે લીધેલ નિર્ણય તમામ નબળા કામ કરતા કોન્ટ્રકટરો પર લેવામાં આવશે તો એટલું તો ચોકસ કહી શકાય.