Home » photogallery » kutchh-saurastra » હનુમાન દાદાનું ધામ સાળંગપુર હવે "કિંગ ઓફ સાળંગપુર"ના નામે ઓળખાશે

હનુમાન દાદાનું ધામ સાળંગપુર હવે "કિંગ ઓફ સાળંગપુર"ના નામે ઓળખાશે

King of Salangpur: હવે શ્રદ્ધાનું બીજું નામ સાળંગપુર ધામને કિંગ ઓફ સાળંગપુરના નામથી ઓળખવામાં આવશે. 54 ફૂટની પ્રતિમાની કામગીરી ચાલી રહી છે ત્યારે પ્રતિમાના અલગ અલગ પાર્ટ અહીંયા આવી રહ્યા છે. આજે સાળંગપુરમાં હનુમાનજીની મૂર્તિનું મુખ આવતા વાજતે ગાજતે તેનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.

विज्ञापन

 • 18

  હનુમાન દાદાનું ધામ સાળંગપુર હવે "કિંગ ઓફ સાળંગપુર"ના નામે ઓળખાશે

  હવે શ્રદ્ધાનું બીજું નામ સાળંગપુર ધામને કિંગ ઓફ સાળંગપુરના નામથી ઓળખવામાં આવશે. 54 ફૂટની પ્રતિમાની કામગીરી ચાલી રહી છે ત્યારે પ્રતિમાના અલગ અલગ પાર્ટ અહીંયા આવી રહ્યા છે. આજે સાળંગપુરમાં હનુમાનજીની મૂર્તિનું મુખ આવતા વાજતે ગાજતે તેનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.

  MORE
  GALLERIES

 • 28

  હનુમાન દાદાનું ધામ સાળંગપુર હવે "કિંગ ઓફ સાળંગપુર"ના નામે ઓળખાશે

  બોટાદ જિલ્લાનું વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર માટે એવું કહેવાય છે કે, શ્રદ્ધાનું બીજું નામ એટલે સાળંગપુર ધામ હવે આગામી દિવસોમાં કિંગ ઓફ સાળંગપુર નામથી પણ ઓળખાશે. કારણ કે આજે હજારો લોકો આસ્થાના મંદિરના દર્શન કરવા દેશ અને વિદેશથી અહીં આવતા હોય છે.

  MORE
  GALLERIES

 • 38

  હનુમાન દાદાનું ધામ સાળંગપુર હવે "કિંગ ઓફ સાળંગપુર"ના નામે ઓળખાશે

  આગામી દિવસોમાં સાળંગપુર માત્ર ધામ નહિ પણ એક પર્યટક સ્થળ બને તેના માટે પ્રયત્નો ચાલી રહ્યા છે. યુવા વર્ગ પણ અહીં સાળંગપુર દાદાના દરબારમાં આવે તેના માટે સંતોના વિચાર સાથે અહીં હનુમાનજીની 54 ફૂટની વિરાટ પંચ ધાતુની મૂર્તિની બનાવવાની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે.

  MORE
  GALLERIES

 • 48

  હનુમાન દાદાનું ધામ સાળંગપુર હવે "કિંગ ઓફ સાળંગપુર"ના નામે ઓળખાશે

  મૂર્તિની વિશેષતાની વાત કરવામાં આવે તો ૪ કરોડના ખર્ચે મૂર્તિ બનાવાની છે. દાદાની આ મૂર્તિ સાળંગપુર આવતાં 7 કિલોમીટર દૂરથી દેખાવા લાગશે. અને કિંગ ઓફ સાળંગપુર પ્રોજેક્ટ 1,35,000 સ્ક્વેર ફૂટમાં બનાવવામાં આવશે. આ સાથે 13 ફૂટના બેઝ પર દાદાની મૂર્તિ દક્ષિણ મુખે રાખવામાં આવશે.

  MORE
  GALLERIES

 • 58

  હનુમાન દાદાનું ધામ સાળંગપુર હવે "કિંગ ઓફ સાળંગપુર"ના નામે ઓળખાશે

  ઉલ્લેખનીય છે કે, બેઝ પર દાદાનું જીવન ચરિત્ર કંડારતી વોલ મ્યુરલ બનાવવામાં આવશે અને બેઝ પર સાળંગપુરધામનો ઇતિહાસ કંડારથી વૉલ મ્યુરલથી સુશોભિત થશે. આ સાથે પરિક્રમા અને દાદાની મૂર્તિના મધ્યમાં 11,900 સ્ક્વેર ફૂટમાં સ્ટેપ વેલ અને એમ્ફી થિએટર બનાવવામાં આવશે.

  MORE
  GALLERIES

 • 68

  હનુમાન દાદાનું ધામ સાળંગપુર હવે "કિંગ ઓફ સાળંગપુર"ના નામે ઓળખાશે

  આ એમ્ફી થિએટરમાં 1500 દર્શનાર્થીઓ બેસીને લાઇટ એન્ડ સાઉન્ડનો ફાઉન્ટેન શોનો રોમાંચ માણી શકશે. આ સાથે જ હનુમાન દાદાની સામેના 62,000 સ્ક્વેરફૂટ વિસ્તારમાં ભવ્ય ગાર્ડન બનાવવામાં આવશે. આ ગાર્ડનમાં 12,000 લોકો એક સાથે બેસીને દાદાના દર્શન, સભા પ્રવૃતિ, ઉત્સવ તથા સામાજિક પ્રવૃતિઓમાં ભાગ લઈ શકશે.

  MORE
  GALLERIES

 • 78

  હનુમાન દાદાનું ધામ સાળંગપુર હવે "કિંગ ઓફ સાળંગપુર"ના નામે ઓળખાશે

  કિંગ ઓફ સાળંગપુર પ્રોજેક્ટ આર્ટ અને આર્કિટેક્ટનો સુભગ સમન્વય માનવામાં આવે છે. કારણ કે આ પ્રોજેક્ટમાં હિન્દુ ધર્મની કળા, સંસ્કૃતિ અને ગૌરવની અનુભૂતિ કરી શકાશે. ઉલ્લેખનીય છે કે, મૂર્તિને ત્રણ-ચાર સ્ટેપમાં લગાડવામાં આવશે. આ મૂર્તિ લાગ્યા બાદ આખા સાળંગપુરની કાયાપલટ થઈ જશે.

  MORE
  GALLERIES

 • 88

  હનુમાન દાદાનું ધામ સાળંગપુર હવે "કિંગ ઓફ સાળંગપુર"ના નામે ઓળખાશે

  ઉલ્લેખનીય છે કે, હાલ મૂર્તિના પગ અને છાતીનો ભાગ તૈયાર થઈ ગયો છે. ત્યારે આજે દાદાના મુખનો ભાંગ આવી જતા મંદિરના સંતો દ્વારા વાજતે ગાજતે મુખનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. સંપૂર્ણ પૂજાવિધિ સાથે દાદાની મુર્તિના મુખનું સ્વાગત કરવામાં આવ્યું હતુ.

  MORE
  GALLERIES