

ગઢડા : ગઢડામાં આવેલું અને વારંવાર વિવાદોમાં સપડાતું ગોપીનાથજી મંદિર (Gopinathji Temple) ફરી વિવાદોમાં આવ્યું છે. સ્વામિનારાયણ ધર્મના ગઢડા સંપ્રદાયના આસ્થાના કેન્દ્ર સમાન ગોપીનાથજી મંદિરમાં આ વખતે સાંખ્યયોગીની (Sankhya yogini) બહેનો (Clash beetween Sankhya yogini) વચ્ચે છુટાહાથની મારામારી અને ગાળાગાળી થઈ હોવાની પોલીસ ફરિયાદ નોંધાતા ખળભળાટ મચી ગયો છે. ઘટનાના સીસીટી પણ સામે છે. બનાવના કેન્દ્રમાં મોટી બા મંદિરની સેવાપૂજાનાં મામલે થયેલી તકરાર છે. દેવ પક્ષ ગઢડા મંદિરના વહિવટના સત્તા સ્થાને છે અને પક્ષની સાંખ્ય યોગિની બહેનો સાથે આચાર્ય પક્ષની બહેનોએ ઝઘડો કર્યો હોવાનો આક્ષેપ છે.


પોલીસ ફરિયાદ મુજબ દેવ પક્ષની એક સાંખ્ય યોગી બહેને ફરિયાદ કરી છે કે મોટીબા મંદિરની સેવા-પૂજાના મામલે આચાર્ય પક્ષની સાંખ્ય યોગી બહેનો (ફરિયાદમાં નામ જોગ ઉલ્લેખ છે) દ્વારા ઝઘડો કરવામાં આવ્યો અને મને માર મારવામાં આવ્યો હતો. મને બિભત્સ શબ્દોમાં ગાળો આપવામાં આવી હતી.


મૂળમાં જ્યારથી આચાર્ય પક્ષ મંદિરના સત્તાસ્થાનેથી દૂર થયું છે તેના કારણે આ વિવાદો કરવામાં આવ્યા છે. મોટીબા મંદિરમાં સેવાપૂજાના સૌભાગ્યને લઈને બહેનો વચ્ચેની માથાકૂટના કેટલાક હિચકારા વીડિયો પણ સામે આવ્યા છે. ફરિયાદી મહિલાએ પોતાને માર મરાતા ઇજાગ્રસ્ત થયા હોવાનું પણ ફરિયાદમાં ટાંક્યું છે.


ગઢડા પોલીસ મથકમાં નોંધાયેલી ફરિયાગમાં ટાંકવામાં આવ્યં છે કે આરોપી મહિલાઓએ ફરિયાદીને જાહેરમાં બિભત્સ શબ્દો કહેતા અને માર મારતા તેમને જુદી જુદી હૉસ્પિટલોમાં સારવાર લેવાની ફરજ પડી હતી. આ ઘટના બાદ ગોપીનાથજી મંદિર સાથે જોડાયેલા હરિભક્તો આઘાતમાં છે.


જે મંદિર ભાવ-ભક્તિ, પૂજા-અર્ચના માટે છે ત્યાં રાજકારણ ઘર કરી જતા અવારનવાર વિવાદો સર્જાઈ રહ્યા છે તાજેતરમાજરમાં મંદિરમાં એક મહિલાના જાહેરમાં શૌચ ક્રિયાના સીસીટીવી વીડિયો વાયરલ થતા પોલીસ ફરિયાદ અને વિવાદ થયો હતો ત્યારે ફરી વિવાદ સર્જાયો છે.