Home » photogallery » kutchh-saurastra » બોટાદમાં બૂટલેગરોમાં ફફડાટ! એક જ દિવસમાં અશરફ, કટપ્પા સહિત ચાર બૂટલેગરોને પાસા હેઠળ જેલમાં ધકેલાયા

બોટાદમાં બૂટલેગરોમાં ફફડાટ! એક જ દિવસમાં અશરફ, કટપ્પા સહિત ચાર બૂટલેગરોને પાસા હેઠળ જેલમાં ધકેલાયા

botad crime news: વિદેશી દારૂમાં સડોવાયેલા ચાર સખ્સો સામે પાસાનું  (PASA) શસ્ત્રનો ઉપયોગ કરી અલગ અલગ જેલોમાં મોકલી દેવામાં આવ્યા છે. આમ એકજ દિવસમાં ચાર લોકોને પાસા હેઠળ જેલ (jail) મોકલી દેવામાં આવતા બુટલેગરોમાં (bootlleger) ફફડાટ મચી જવા પામ્યો છે.

  • 15

    બોટાદમાં બૂટલેગરોમાં ફફડાટ! એક જ દિવસમાં અશરફ, કટપ્પા સહિત ચાર બૂટલેગરોને પાસા હેઠળ જેલમાં ધકેલાયા

    પ્રકાશ સોલંકી, બોટાદઃ બોટાદ જીલ્લા પોલીસ (botad jilla police) દ્વારા વિદેશી દારૂમાં સડોવાયેલા ચાર સખ્સો સામે પાસાનું  (PASA) શસ્ત્રનો ઉપયોગ કરી અલગ અલગ જેલોમાં મોકલી દેવામાં આવ્યા છે. આમ એકજ દિવસમાં ચાર લોકોને પાસા હેઠળ જેલ (jail) મોકલી દેવામાં આવતા બુટલેગરોમાં (bootlleger) ફફડાટ મચી જવા પામ્યો છે.

    MORE
    GALLERIES

  • 25

    બોટાદમાં બૂટલેગરોમાં ફફડાટ! એક જ દિવસમાં અશરફ, કટપ્પા સહિત ચાર બૂટલેગરોને પાસા હેઠળ જેલમાં ધકેલાયા

    બોટાદ પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ દારૂના ગુન્હાઓમાં સંડોવાયેલ  આરોપીઓ વિરૂધ્ધ પાસા દરખાસ્ત મુકવા ભાવનગર રેન્ઝ આઇજી  અશોક કુમાર યાદવ દ્વારા  સુચના આપેલ હોઈ જેને લઈ  બોટાદ એસપી હર્ષદ મહેતા દ્વારા વિદેશી દારૂના  ગુન્હાઓમાં સંડોવાયેલ  આરોપોની યાદી તૈયાર કરી હતી.

    MORE
    GALLERIES

  • 35

    બોટાદમાં બૂટલેગરોમાં ફફડાટ! એક જ દિવસમાં અશરફ, કટપ્પા સહિત ચાર બૂટલેગરોને પાસા હેઠળ જેલમાં ધકેલાયા

    આવા આરોપીઓ ઓ વિરૂધ્ધ પાસા દરખાસ્ત મુકવા સુચના કરવામાં આવેલ  હોઈ જેને  લઈ બોટાદ જીલ્લાના પાળીયાદ પોલીસ સ્ટેશન  પીએસ આઈ  વાય.એ.ઝાલા દ્રારા  દારૂના ગુન્હામાં સંડોવાયેલ   (૧) અશરફ ઉર્ફે ખાન રજાકભાઇ ખલ્યાણી રહે.બોટાદ, ગાયત્રીનગર, તા.જી.બોટાદ તથા (૨) રાહુલ ઉર્ફે કટપ્પા જીતેન્દ્રભાઇ મકવાણા રહે.બોટાદ, ગાયત્રીનગર, તા.જી.બોટાદ તેમજ ઢસા પોલીસ સ્ટેશનના  પીએસ આઈ. એસ.બી.ચૌધરી દ્વારા શૈલેષભાઇ વીરાભાઇ મકવાણા રહે.ઢસાગામ, તા.ગઢડા, જી.બોટાદ  અને  બરવાળા પોલીસ સ્ટેશનમાં  દારૂના ગુન્હામાં સડોવાયેલ રજાકભાઇ આદમભાઇ નાયા રહે. ઉમેજ, તા.ઉના, જી.ગીર સોમનાથ  આમ ચારેય આરોપીનો  વિરૂધ્ધ પાસાની  દરખાસ્ત તૈયાર કરી મોકલી આપી હતી.

    MORE
    GALLERIES

  • 45

    બોટાદમાં બૂટલેગરોમાં ફફડાટ! એક જ દિવસમાં અશરફ, કટપ્પા સહિત ચાર બૂટલેગરોને પાસા હેઠળ જેલમાં ધકેલાયા

    જે તમામ દરખાસ્ત જીલ્લા મેજીસ્ટ્રેટ બી.એ.શાહ દ્વારા નાઓએ મંજુર કરી પાસા અટકાયત વોરંટ ઇસ્યુ કરતા બોટાદ એલ.સી.બી.ના  પી આઈ  એ.બી.દેવધાએ ચારેય આરોપીની તેમના  ઘરેથી  અટકાયત કરી  હતી.

    MORE
    GALLERIES

  • 55

    બોટાદમાં બૂટલેગરોમાં ફફડાટ! એક જ દિવસમાં અશરફ, કટપ્પા સહિત ચાર બૂટલેગરોને પાસા હેઠળ જેલમાં ધકેલાયા

    તેઓનો કોવિડ ટેસ્ટ કરાવેલ જે કોવિડ ટેસ્ટ નેગેટીવ આવતા આરોપીઓ (૧) અશરફ ઉર્ફે ખાન રજાકભાઇ ખલ્યાણી રહે.બોટાદ, ગાયત્રીનગર, તા.જી.બોટાદ તથા (૨) શૈલેષભાઇ વીરાભાઇ મકવાણા રહે.ઢસાગામ, તા.ગઢડા, જી.બોટાદ વાળા બંને ઇસમોને પાસા વોરંટની બજવણી કરી લાજપોર (સુરત) મધ્યસ્થ જેલ  તેમજ  આરોપી રાહુલ ઉર્ફે કટપ્પા જીતેન્દ્રભાઇ મકવાણા રહે.બોટાદ, ગાયત્રીનગર, તા.જી.બોટાદ  અને  રજાકભાઇ આદમભાઇ નાયા રહે. ઉમેજ, તા.ઉના, જી.ગીર સોમનાથ વાળાને પાલારા(ભુજ) ખાસ જેલ ખાતે મોકલી આપેલ છે.

    MORE
    GALLERIES