પ્રકાશ સોલંકી, બોટાદ : દિવાળી પર્વને લઈ (Diwali 2020) સાળંગપુર હનુમાનજી મંદિર (Salangpur Hanuman) ખાતે કાળી ચૌદસની ભવ્ય ઉજવણી કરવામાં આવશે . હનુમાન દાદાને 8 કિલો સોનામાંથી (Cloths made of 8 Kg Gold) બનેલા સુવર્ણ વસ્ત્રો દાદાને અર્પણ કરવામાં આવશે. યજ્ઞ સહિત દાદાને અન્નકોટ સહિતના અલગ અલગ કાર્યક્રમો યોજાશે. આ વર્ષે કાળી ચૌદસના દિવસે બપોર બાદ દિવાળીનો દિવસ શરૂ થતો હોય ચોપડા પૂજન, લક્ષ્મી પૂજન,દીપોત્સવ સંધ્યા આરતી અને રાત્રે આતશબાજીનું આયોજન કરવામાં આવશે.
આ વર્ષે સાળંગપુર હનુમાનજી મંદિર ખાતે કાળી ચૌદસ ખૂબ મહત્વની માનવામાં આવે છે. કારણ કે આ વર્ષે ભક્તો દ્વારા હનુમાનજી દાદા ને 6.5 કરોડ ના ખર્ચે બનાવવામાં આવેલ હીરા જડિત સુવર્ણ વસ્ત્રો અર્પણ કરવામાં આવશે.અને અદાજે 8 કિલો સોનામાંથી આ વસ્ત્રો બનાવામાં આવ્યા છે. સુવર્ણ વાઘાની પ્રથમ ડીઝાઇન કરવા માટે સ્પેશલ ડીઝાઇનરોની ટીમ અપોઇન્ટ કરવામાં આવી હતી. ઘણી બધી ડીઝાઇન બનાવી-તપાસી-સમયાંતરે સંતોના માર્ગદર્શનથી ફાઈનલ ડીઝાઇન તૈયાર કરવામાં આવી હતી.
બોટાદ જિલ્લાના બરવાળા તાલુકામાં આવેલ સાળંગપુર ગામ અને સાળંગપુર માં આવેલ વિશ્વ વિખ્યાત હનુમાનજી દાદા નું આ કષ્ટભજન મંદિર કે જ્યાં હજારો, લાખો ની સંખ્યામાં અહીં દાદા ના દર્શન કરવા ભક્તો આવતા હોય છે. શ્રધ્ધા નું બીજું નામ એટલે સાળંગપુર ધામ. એવા સાળંગપુર ધામના હનુમાનજી દાદાની રાત્રી એટલે કાળી ચૌદસ આ દિવસનું અહીં ખૂબ મોટું મહત્વ હોય છે. કાળી ચૌદસનાં દિવસે સવારે મંગળા આરતી, સમૂહયજ્ઞ,અભિષેક આરતી,નું ભવ્ય આયોજન કરવામાં આવે છે.
સુવર્ણ વાઘા એ અર્વાચીન,પ્રાચીન સુવર્ણ કળાનું કોમ્બીનેશન છે. રીયલ ડાયમંડ,એમરલ્ડ સ્ટોન અને રિયલ રુબી જડેલું છે. જેમાં DWORK- બિકાનેરી મીણો-પેન્ટીંગ મીણો- ફિલીગ્રી વર્ક - સોરોસ્કી જડેલું છે. આ ઉપરાંત વાઘામાં એન્ટીક વર્ક - રિયલ મોતી જડવામાં આવ્યા છે. આ વાઘા સ્વામિનારાયણ જ્વેલર નામક પ્રસિધ્ધ કંપની પાસે બનાવવામાંઆવ્યા છે.