પ્રકાશ સોલંકી, બોટાદ : બોટાદ જિલ્લાના ગઢડામાં (Gadhda) એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. આ ઘટનામાં નશો (Addiction) કરનારા યુવકોને જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. આ બનાવ એટલો ચકચારી છે કે ન સાંભળવામાં આવ્યો ન જોવામાં આવ્યો હોય. અહીંયા બે યુવકો ઈંટના (Brick kiln) સળગતા ભઠ્ઠા પરથી મૃતહાલતમાં મળી આવ્યા છે. જોકે, તેમને કોઈએ બળજબરીથી મોકલ્યા હોય તેવું પણ નથી તેઓ જાતે જ ભઠ્ઠા પર મોતને ભેટ્યા છે.
બનાવની વિગતો એવી છે કે ગઢડામમાં સામાકાઠા વિસ્તારમાં નિલકંઠ મહાદેવ સામે ઈંટોનો ભઠ્ઠો આવેલો છે. આ સળગતા ભઠ્ઠા પર બે યુવાનો મૃત હાલતમાં મળી આવ્યા છે. પોલીસને ઘટનાની જાણ થતા જ પોલીસનો કાફલો આવી પહોંચ્યો હતો. ધૂમાડાના ગોટા વળતા હોય એવા ભઠ્ઠા પર આ યુવકો કેવી રીતે પહોંચ્યા તે જાણવાનો પોલીસે પ્રયાસ કર્યો હતો.
દરમિયાનમાં આ યુવકોનાં મોતના અહેવાલના પગલે પોલીસે તેમના મૃતદેહને પોસ્ટમોર્ટમમાં મોકલ્યા છે. જોકે, ભઠ્ઠામાં તપી જવાથી મોત થયા કે લઠ્ઠાથી મોત થયા તે પણ એક તપસાનો મોટો વિષય છે પરંતુ હાલ તો આ મામલાના કારણે ગઢડા વિસ્તારમાં ચકચાર મચી છે. આસ્થા અને ભક્તિભાવ માટે જાણીતા ગઢડામાં આવા મોતના સમાચાર વાયુ વેગે પ્રસરી રહ્યા છે.