Home » photogallery » kutchh-saurastra » ગઢડા : પ્રણય ત્રિકોણમાં મિત્રએ જ મિત્રની હત્યા કરી, ગળે ટૂંપો આપી મૃતદેહ કૂવામાં ફેંકી દીધો

ગઢડા : પ્રણય ત્રિકોણમાં મિત્રએ જ મિત્રની હત્યા કરી, ગળે ટૂંપો આપી મૃતદેહ કૂવામાં ફેંકી દીધો

ફિલ્મોને આટી મારે એવો હત્યા કેસ! ગઢડાના પ્રહલાદગઢ ગામે કૂવામાંથી મળેલી યુવક ની લાશ નું રહસ્ય ઉકેલાયું : પાંચ આરોપીને પકડી પોલીસે સમગ્ર પર્દાફાશ કર્યો

विज्ञापन

  • 15

    ગઢડા : પ્રણય ત્રિકોણમાં મિત્રએ જ મિત્રની હત્યા કરી, ગળે ટૂંપો આપી મૃતદેહ કૂવામાં ફેંકી દીધો

    પ્રકાશ સોલંકી, બોટાદ :  બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના પ્રહલાદગઢ ગામની સીમમાં ગત 3 દિવસ પહેલા એક વાડીના કુવામાંથી મળી આવેલ કોળી યુવકની લાશનો વણશોધાયેલ હત્યાનો ગુન્હો શોધી કાઢી કાયદાના સંઘર્ષમાં આવેલ બાળકિશોર સહિત કુલ -05 આરોપીઓને ગઢડા પોલીસે પકડી પાડી ગણતરી ની કલાકોમાં હત્યા ની ઘટનાનો પર્દાફાશ કર્યો હતો.

    MORE
    GALLERIES

  • 25

    ગઢડા : પ્રણય ત્રિકોણમાં મિત્રએ જ મિત્રની હત્યા કરી, ગળે ટૂંપો આપી મૃતદેહ કૂવામાં ફેંકી દીધો

    આ અંગે વધારે જાણવા મળતી વિગત અનુસાર વિગત ગત તારીખ ૩ મેના રોજ ગઢડા તાલુકાના પ્રહલાદગઢ ગામની સીમમાં રોડ કાંઠે આવેલ કુવામાંથી લાલજીભાઇ ત્રિકમભાઇ ઝાંપડીયા કોળી (ઉ.વ .32) રહે.ગઢડા , ગઢાળી રોડ , કોર્ટની સામે તા.ગઢડા વાળાની ગળે ટૂંપો દઈ હત્યા કરાયેલી હાલતમાં લાશ મળી આવેલ. જે અનુસંધાને મરણ જનારના ભાઇ સંજયભાઇ ત્રિકમભાઈ ઝાંપડીયા રહે.ગઢડા વાળા એ ગઢડા પોલીસ સ્ટેશનમાં અજાણ્યા ઈસમ વિરૂધ હત્યાની ફરીયાદ નોંધાવેલ.

    MORE
    GALLERIES

  • 35

    ગઢડા : પ્રણય ત્રિકોણમાં મિત્રએ જ મિત્રની હત્યા કરી, ગળે ટૂંપો આપી મૃતદેહ કૂવામાં ફેંકી દીધો

    આ ગુન્હાની ગંભીરતાને ધ્યાનમાં રાખી સદરહુ વણશોધાયેલ કૃત્ય તાત્કાલીક શોધી કાઢવા  આવેલ , જે અન્વયે બોટાદ વિભાગીય બોટાદ એલ.સી.બી . તથા ગઢડા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પો.સબ ઇન્સ્પેક્ટર આર.બી.કરમટીયા તથા પો.સબ ઇન્સ્પેક્ટર બી.જી , વાળા તથા ગઢડા પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા ટેકનિક્લ સર્વેલન્સની મદદથી તપાસ હાથ ધરવામાં આવેલ. જેમાં મરણજનારને પ્રેમસબંધ હોવાનું માલુમ પડતા મરણજનારની પ્રેમિકાની પુછતાછ દરમિયાન શંકાની સોય મરણજનારના મિત્ર વિશાલ ધીરૂભાઇ ડવ (ઉ.વ .21) રહે . ગઢડા વાળા ઉપર ગયેલ. જેના આધારે સધન પુછપરછ દરમ્યાન પોલીસ સમક્ષ કબૂલાત આપેલ કે મરણ જનાર તા .03 ના રોજ રાત્રીના એકાદ વાગ્યે તેની પ્રેમિકાને રાજપીપળા ગામે મળવા માટે ગઢડાથી નીકળેલ.

    MORE
    GALLERIES

  • 45

    ગઢડા : પ્રણય ત્રિકોણમાં મિત્રએ જ મિત્રની હત્યા કરી, ગળે ટૂંપો આપી મૃતદેહ કૂવામાં ફેંકી દીધો

    આ ગુન્હા માં વિશાલ ધીરૂભાઇ ડવ (ઉ.વ .21)રહે.ગઢડા , સામાકાંઠા , ઢસા રોડ, અજય મનુભાઈ વાઘેલા (ઉ.વ.21) ૨હે.ગઢડા , સામા કાંઠે , મફતીયાપરા તા.ગઢડા, સાગર રવજીભાઇ ધરોળીયા (ઉં.વ .19) રહે.ગઢડા , ભડલીના ઝાંપે તથા કાયદાના સંઘર્ષમાં આવેલ બાળકિશોર કુલ -૨ મળી ને ૫ શખ્સોએ આ હત્યા કરી હોવાનું ખુલવા પામ્યું હતું.

    MORE
    GALLERIES

  • 55

    ગઢડા : પ્રણય ત્રિકોણમાં મિત્રએ જ મિત્રની હત્યા કરી, ગળે ટૂંપો આપી મૃતદેહ કૂવામાં ફેંકી દીધો

    આ દરમિયાન હસ્તગત કરવામાં આવેલ આરોપી વિશાલ ધીરૂભાઇ ડવ પોતે મરણજનારનો મિત્ર હતો અને મરણ જનારની પ્રેમિકા સાથે વિશાલ ધીરૂભાઇ ડવને પણ પ્રેમસંબંધ બંધાઇ ગયેલ જેથી પોતાના પ્રેમસબંધ માં કાંટા રૂપ મરણજનાર લાલજીભાઇ ત્રિકમભાઇ ઝાપડીયાને હટાવવાનું કાવતરૂ રચી વિશાલ ધીરૂભાઇ ડવ અને તેના ચાર મિત્રોએ સાથે મળીને હત્યાને અંજામ આપેલ હોવાનું ખૂલવા પામ્યું હતું. આ પ્રકરણે તમામ આરોપી ની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.

    MORE
    GALLERIES