પ્રકાશ સોલંકી, ગઢડા: તાલુકાના જનડા ગામે ગામ લોકોએ પ્રાથમિક શિક્ષણનો બહિષ્કાર કર્યો હતો. શાળાના આચાર્ય દ્વારા મનમાની તેમજ દાદાગીરીને લઇ વારંવાર રજૂઆત થતાં નિર્ણય નહીં આવતા સોમવારે ગામ લોકો દ્વારા શાળાના દરવાજા બહાર બાળકો સાથે એકત્રિત થઈ આચાર્યને હટાવવા મામલે સૂત્રોચાર કરી વિરોધ નોંધાવ્યો હતો. સોમવારથી પરીક્ષા શરૂ થતી હોય તેમ છતાં જ્યાં સુધી આચાર્યની બદલી નહીં ત્યાં સુધી બાળકને શિક્ષણ નહીં તે મુજબ ગામ લોકોએ નિર્ણય કર્યો હતો.
જનડા ગામના ગામ લોકોમાં આચાર્યને લઈ આજે ભારે રોષ જોવા મળ્યો છે. મહિલાઓ તેમજ બાળકો દ્વારા શાળાના ગેટ બહાર બેસી હાથમાં બેનર પકડી આચાર્યની બદલી કરો તેમજ આચાર્ય હાય હાયના સૂત્રોચાર સાથે જ્યાં સુધી આચાર્યની બદલી નહીં ત્યાં સુધી શિક્ષણ નહીં તે પ્રમાણેના સૂત્ર તાર સાથે વાલી તેમજ વિદ્યાર્થીઓ દ્વારા રોષ વ્યક્ત કરવામાં આવેલ આજથી પ્રાથમિક શાળામાં પરીક્ષા શરૂ થતી હોય જેને લઇ વાલીઓને પૂછતા વાલીઓ દ્વારા જણાવેલ કે, માત્ર ભણતરનું એક વર્ષ બગડે તે સારું પણ આવા આચાર્યના કારણે ભવ બગડે તે ચલાવી ન શકાય.
બોટાદ જિલ્લાના ગઢડા તાલુકામાં આવેલા જનડા ગામ જ્યાં પ્રાથમિક શાળામાં આશરે 450થી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. છેલ્લા ઘણાં સમયથી શાળાના આચાર્ય પ્રવિણસિંહ દ્વારા શાળામાં પોતાની મનમાની અને દાદાગીરી કરતા હોય તે પ્રમાણેના આક્ષેપ ગ્રામજનો દ્વારા કરવામાં આવેલા જે બાબતે ગ્રામજનોના કહેવા મુજબ અનેકવાર આ મામલે જિલ્લા શિક્ષણ અધિકારી સહિત રાજકીય આગેવાનોને રજુવાત કરેલ પણ તેમ છતાં આજદિન સુધી આ મામલે નિરાકરણ નહીં આવતા અંતે ગામના સરપંચ સહિત સમસ્ત ગામ લોકો દ્વારા જ્યાં સુધી આચાર્યની બદલી કરવામાં નહીં આવે ત્યાં સુધી એક પણ બાળક શાળાએ અભ્યાસ કરવા જશે નહીં. તેઓ નિર્ણય ગામ લોકો દ્વારા લેવામાં આવેલ છે.