પ્રકાશ સોલંકી, બોટાદઃ ગઢડા તાલુકાના (Gadhada) ચિરોડા (chiroda village) ગામે મોડી રાત્રે કોઈ અજાણ્યા શખ્સો મકાનમાં આવી મકાન માલિકને રૂમમાં બાધીને રુમમા રહેલા કબાટમાંથી 11થી 12 લાખ રૂપિયાની લૂટ (loot) કરી તેમજ મકાન માલિકના ગળામાં રહેલ સોનાનો ચેનની લુટ કરી તેમજ મકાન માલિકને ઢોર માર મારી નાસી છુટયા હતા. જયારે ઘટનાની જાણ થતાં જિલ્લા પોલીસ વડા હર્ષદ મહેતા, ડીવાયએસપી, પીઆઈ, એલ સી બી, ડોક સ્કોડ સહિતનો મસમોટો પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવી લુટ કરનાર શખ્સો ને ઝડપવા ચક્રો ગતિમાન કર્યા હતા.
બોટાદ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સથિત દિવસેને દિવસે કથળતી જાય છે. જિલ્લામાં રોજ હત્યા, ચોરી, લૂંટ, મારામારી ની ઘટના બની રહી છે ત્યારે લાખો રૂપિયા ની લુટની ઘટના પ્રકાશમાં આવી છે. બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના ચિરોડા ગામે રહેતા ખેડૂત રઘુભાઈ કેવડીયા ઉ. 55 જેઓ ખેતી કામ કરે છે તેઓએ આજથી બે મહિના પહેલા કપાસ વેચેલો જેની રકમ 11થી 12 લાખ રૂપિયા તેના રૃમમાં મુક્યા હતા.