આજે ગુજરાત પોલીસની પોલ ખોલતી ઘટના બરવાળાના રોજીદ ગામેમાં બની છે. જેના વિશે સાંભળીને જ દરેકના રૂવાટા ઉભા થઇ જાય છે. નાનાકડા એવા ગામમાં આજે ઝેરી દેશી પીવાના કારણે 18 લોકોના મોત થયા છે. ત્યાં જ એવું પણ કહી શકાય કે રોજીદ ગામે લઠ્ઠાકાંડ 18 લોકોને ભરખી ગયો છે. ગામમાં મહિલાઓથી લઇ બાળકો રડી રહ્યા છે અને જેનો અવાજ સાંભળતા જ કોઇ પણ માણસનું દીલ પીગળી શકે છે. હાલમાં ગામની સ્થિતિ એવી જે છે કોઈ કોઈને છાનુ રાખવા વાળુ નથી.
બોટાદના ધંધુકા અને બરવાળા જે લોકોના મોત થયા છે. તે તમામ લોકો રોજીદ ગામે દારૂ પીવા ગયા હતા, જેના પછી તમામ લોકોની તબીયત લથડી હતી. તો કેટલાક લોકોને ઉલટી થયા બાદ મોત થયાની પણ ચર્ચા છે. ત્યાં જ આ ઘટનામાં અત્યાર સુધીમાં કુલ 18 લોકોએ પોતાના જીવ ગુમાવ્યો છે. તો 10થી વધુ લોકો હાલમાં સારવાર હેઠળ છે. ત્યાં જ ત્રણ લોકોની હાલતમાં ખુબ જ ગંભીર છે. કેટલાક લોકોને ભાવનગર પણ સારવાર માટે રિફર કરાયા છે.
રોજીંદ ગ્રામ પંચાયત દ્વારા 18/3/2022 ના રોજ દારૂબંધી અંગે મામલતદારને લેખતીમાં રજુઆત કરી હતી. પરંતુ તંત્ર દ્વારા કોઇ પગલા લેવામાં આવ્યા નહીં. ત્યાં જ અરજીમાં સ્થાનિક લોકોએ એવું પણ જણાવ્યું હતું કે, અમારા ગામમાં દારૂબંધીનો અમલ નહી કરાવવામા આવે તો મોટાપાયે આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી છતા તંત્રના પેટનું પાણી હલ્યું ન હતું અને આજે તેના પરિણામ સ્વરૂપે 18 લોકો મોતને ભેટ્યા છે.
લઠ્ઠાકાંડની આ ઘટનાના પગલે પોલીસ પણ એક્શન મોડમાં આવી ગઇ છે અને બરવાળા તાલુકાના ચોકડી ગામે પોલીસ સહિતનો મસમોટો કાફલો પહોંચ્યો હતો. ચોકડી ગામેથી દારૂ બન્યો હતો અને વેચાણ થયું હતુંમાટે બોટાદ એસપી કરણરાજ વાઘેલા, અમદાવાદ sog, dysp, પ્રાંત મામલતદાર, સહિતનો મસમોટો કાફલો તપાસમાં પહોંચ્યો હતો. ચોકડી ગામમાં જઈ કોણ-કોણ દારૂ વહેંચવા અને બનાવવાની પ્રવૃત્તિ કરે છે તેને લઈ માહિતી એકત્ર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.