

દેશના ઉપર રાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ ગુજરાતના ભાવનગરના મહેમાન બન્યા હતા. જ્યાં તેમણે 820 કરોડના ભાવનગર અધેલાઇ સુધીના ફોરલેન રોડનું ખાતમુહૂર્ત કર્યું હતું. આ પ્રસંગે ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુએ ગુજરાતીઓને અભિનંદન પાઠવ્યા હતા. સાથે સાથે વિક્રમ સારાભાઈ સહિત વડાપ્રધાન મોદીના પણ અભિનંદન પાઠવ્યા હતા. (ચિરાગ ત્રિવેદી, ભાવનગર)


તેમણે સરદાર, મહાત્મા ગાંધી અને દીનદયાળને પણ યાદ કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, રસ્તા-ગ્રામ સંચારની કામગીરી ઝડપથી ચાલી રહી છે. ગ્રામ કક્ષાનો વિકાસ દેશને સમૃદ્ધ બનાવશે જે થઇ રહ્યું છે. પૂર્વ વડાપ્રધાન અટલ બિહાર વાયપાયીને યાદ કરતા તેણે કહ્યું હતું કે, તેણે દેશની ચાર દિશામાં કામ કર્યું છે. વાજપાયીના કારણે આજે દેશમાં ગ્રામ્યમાં રસ્તાઓ છે. સાથે સાથે તેમણે મોટર વ્હિકલ ટેક્સ આગામી દિવસોમાં પાર્લામેન્ટમાં પાસ થાય તેવી શક્યતાઓ પણ સેવી હતી.


તેમણે વધુમાં જણાવ્યું હતું કે, રાજનીતિ વિશે હું વધુ નહીં કહું, પરંતુ રાજકારણમાં ચાર સી હોવા જોઇએ. ચાર સી વાળા નેતાઓ રાજનીતિમાં ચૂંટાવા જોઇએ. જાતિ, સમાજ પર રાજનીતિ કરતા લોકોને રોકવા જોઇએ, રાજકારણમાં બુદ્ધિબળ જોઇએ. બાહુબળ ન જોઇએ એમ કહીને બાહુબળી નેતાને કટાક્ષ કર્યો હતો.


ઉલ્લેખનીય છે કે, ભવાનગર-પીપળી નેશન હાઇ-વેના ખાતમુહૂર્ત માટે દેશના ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ ગુજરાતના મહેમાન બન્યા હતા. વેંકૈયા નાયડુ એવા પ્રથમ ઉપરાષ્ટ્રપતિ છે જેઓ ભાવનગરની મુલાકત લીધી છે. આ અગાઉ કોઇ ઉપરાષ્ટ્રપતિ ભાવનગરની મુલાકાતે આવ્યા હોવાનું જાહેર જીવનમાં વર્ષોથી ગળાડૂબ આગેવાનોમાંથી કોઇને પણ સ્મરણ નથી.