નીતિન ગોહેલ, ભાવનગર : 'મારાથી કઈ સહન થતું નથી,હું કઈ પણ સારૂં વિચારી શકતી નથી. મને નોકરીમાં પણ તકલીફ પડે છે. ગામના કૂવામાં પડીને મારો જીવ આપું છું.' આ શબ્દો છે ભાવનગરના (Bhavnagar) કોળીયાક (Koliyak) ગામે આપઘાત કરનાર (Suicide) શિક્ષિકાની (Teacher) અંતિમ ચિઠ્ઠીના (Suicide note). શિક્ષિકાએ આપઘાત કરી લીધાની જાણ થતા જ કૂવામાં ખાટલો ઉતારીને તેમનો મૃતદેહ કાઢવામાં આવ્યો હતો. જોકે, આ મામલે પરિવારે શાળાના આચાર્ય પર ગંભીર આક્ષેપો કરતા મામલો ગરમાયો છે.
ભાવનગર જિલ્લાના કોળીયાક ગામે રહેતા વનમાળીભાઈ શિવાભાઈ વાળાની દીકરી ભાવનાબેન ઉ.36 એ પોતાના ઘર નજીક આવેલા જળુંબ કૂવામાં પડીને આત્મહત્યા કરી લીધી હતી, ભૂતકાળમાં ભાવનાબેન દાદરા પરથી અચાનક પડી જતા તેમને મણકામાં ઇજા પહોંચતા તેમનું ઓપરેશન કરાવેલ હતું જેથી સહન ના થતા તેમણે આવું પગલું ભરેલ હોય તેવું પ્રાથમિક તપાસમાં ખુલવા પામ્યું હતું .
ભાવનાબેન એ આત્મહત્યા કરતા પહેલા ઘરે એક બુક માં સુસાઈડ નોટ પણ લખી હતી જેમાં લખ્યું હતું કે હું ગામ કૂવામાં પડીને મારો જીવ આપું છું, મારો માધવ અને મારા મમ્મી પપ્પા મારા બંને ભાઈયો હું સાવ જ કંટાળી ગઈ છું મને જરા પણ શાંતિ નથી મારુ મન કઈ સારું વિચારતુ જ નથી હું કંઈ સહન કરી શકતી નથી,મારે નોકરી પર કામ કરવામાં પણ ઘણી તકલીફ પડે છે મારાથી થતું નથી હું સહન કરી શકતી નથી મારાથી ક્યારેય ભૂલ થઇ હોય તો માફ કરશો....તમારી ભાવુ