નીતિન ગોહેલ, ભાવનગર : ભારતીય નૌસેનામાં યશસ્વી યોગદાન આપી નિવૃત્ત થનાર “ધ ગ્રાન્ડ ઓલ્ડ લેડી” તરીકે જાણીતા યુદ્ધ જહાજ આઈએનએસ વિરાટને બ્રેકીંગ માટે ભાવનગરનાં અલગં શીપ બ્રેકીંગ યાર્ડ લાવવામાં આવેલ છે. આ જહાંજ ભંગારમાં ન ફેરવાય અને તેનું મ્યુઝિયમ બને તેવી લાગણી વ્યાપક બની છે. જોકે, વિરાટને મ્યુઝિયમ તરીકે અમર રાખવાની ઈચ્છા પરંતુ તે સપનું પૂર્ણ થયુ નહી. આખરે આ જહાંજનું બ્રેકીંગ શરૂ થઈ ગયું છે. ત્યારે મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, બ્રિટનના હર્મિસ વિરાટ હેરિટેજ ટ્રસ્ટે આઈએનએસ વિરાટને પોતાને સોંપી દેવા બ્રિટનના ટ્રસ્ટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને તેને બચાવવા માટે પત્ર લખ્યો છે. ભારત સરકારે આઈએનએસ વિરાટને નિવૃત્ત કરી દીધા પછી તેને મ્યુઝિયમમાં ફેરવવા અંગે સંપૂર્ણપણે બેદરકારી દાખવી હતી. ઉલ્લેખનીય છે કે, આ જહાજ પહેલા બ્રિટિશ નૌકાદળનો ભાગ હતું. ૧૯૫૯માં વિમાન વાહક જહાજ બ્રિટને પોતાના માટે બનાવ્યું હતું અને તેને એચએમએસ હર્મિસ નામ આપ્યું હતું. હવે આ જહાજ ભારતમાં તૂટવા જઈ રહ્યું છે. ત્યારે બ્રિટનના હર્મિસ વિરાટ હેરિટેજ ટ્રસ્ટે તેને બચાવવા માટે પત્ર લખ્યો છે. આ પત્રમાં લખ્યું છે કે, જો જહાજને તમે સાચવી શકતા ન હો તો પછી અમને પરત આપી દો. આ પત્ર બ્રિટિશ વડાપ્રધાન બોરિસ જોન્સન અને ભારતના નરેન્દ્ર મોદી બન્નેને લખાયો છે. હર્મિસ વિરાટ હેરિટેજ ટ્રસ્ટ દ્રારા પત્ર લખી યુદ્ધ જહાજ વિરાટ ને બ્રિટન પરત લઈ મ્યુઝિયમ બનાવવા માંગ કરી છે.
આઈએનએસ વિરાટ ગત તા.૨૮મી સપ્ટેમ્બરે ડિસમેન્ટલ થવા માટે મુંબઈથી અલગં એન્કરેજ ખાતે પહોંચ્યું હતું. રૂા. ૩૮.૫૪ કરોડમાં શ્રીરામ ગ્રુપએ તેને ખરીધા બાદ અલંગમાં આ શિપ ભાંગવાનું શરૂ થતા પૂર્વે જ આઈએનએસ વિરાટને મ્યુઝિયમ તરીકે જીવતં રાખવા સોશ્યલ મિડીયામા કેમ્પેઈન શરુ થયુ હતું. જેના પગલે મુંબઈની એક કંપનીએ આ જહાજ ખરીદી લેવા તૈયારી દર્શાવી હતી અને ગોવા નજીક આ જહાજને કાયમી ધોરણે મ્યુઝિયમ તરીકે પ્રસ્થાપિત કરવા જમીનની પણ વિચારણા શરૂ થઈ ગઈ હતી. ઉલ્લેખનીય છે કે, અગાઉ એક પાર્ટીએ આ જહાજને અલંગમાં શિપબ્રેકર પાસેથી ખરીદવાની ડિલ મૂકી હતી. પરંતુ ૧૫ દિવસથી ભારત સરકારે આ ડિલ માટે જરૂરી એન.ઓ.સી. રજૂ કરી ન હતી અને આ મામલે પૂર્ણવિરામ મુકાઈ ગયું હતું.
હવે બ્રિટનના ટ્રસ્ટે પાઠવેલ પત્રના આધારે શું થાય છે તે જોવું રહ્યું. જોકે, આ અંગે શ્રીરામ ગ્રુપનાં ચેરમેન મુકેશ પટેલ જણાવ્યું છે કે, તેઓને આ બાબત અંગે કોઈ માહિતી નથી અને હાલ આઈએનએસ વિરાટને કટિંગ કરવાની કાર્યવાહી શરુ કરી દેવામાં આવી છે અને હર્મિસ વિરાટ હેરિટેજ ટ્રસ્ટ દ્રારા પત્ર લખી યુદ્ધ જહાજ વિરાટ ને બ્રિટન પરત લઈ મ્યુઝિયમ બનાવવા માંગ કરી છે તે બાબત તેઓને મીડિયાનાં મધ્યમ દ્વારા જાણ થઈ હતી. મુકેશ પટેલ વધુમાં જણાવેલ જયારે બ્રિટનનાં બ્રિટિશ વડાપ્રધાન બોરિસ જોન્સન અને ભારતના નરેન્દ્ર મોદી બન્નેને લખાયો છે તે અંગે શ્રીરામ ગ્રુપ કંપનીને કોઈ જાણ કરાઈ નથી
ભાવનગર અલંગ શિપબ્રેકીંગ યાર્ડમાં આવેલા ભારતીય નૌસેનામાં યશસ્વી યોગદાન આપી નિવૃત્ત થનાર “ધ ગ્રાન્ડ ઓલ્ડ લેડી” તરીકે જાણીતા યુદ્ધ જહાજ આઈએનએસ વિરાટને બ્રેકીંગ માટે ભાવનગરનાં અલગં શીપ બ્રેકીંગ યાર્ડ લાવવામાં આવેલ છે. આઈ.એન.એસ વિરાટ જહાજ ભાવનગરના શ્રી રામ શિપિંગ ઇન્ડસ્ટ્રીઝે ખરીદી કર્યા બાદ વિરાટને મ્યુઝ્યિમ તરીકે જાહેર કરવાની માંગ ઉઠી હતી. જેમાં મુંબઈ સ્થિત એક કંપની દ્વારા પણ કોર્ટમાં ઘા જીકવામાં આવ્યો હતો. જોકે, ચુકાદો શીપ બ્રેકરના પક્ષમાં આવ્યો છે. એટલે કે, દેશના રક્ષા મંત્રાલય પર કોર્ટે પર નિર્ણય છોડ્યો હતો. તેથી રક્ષામંત્રાલયે અરજી ફગાવતા હવે વિરાટ અતીત બનશે. કારણ કે, અલંગ શીપ બ્રેકરે જહાજ કાપવાનો પ્રારંભ પણ કરી દીધો છે. તેમ શ્રી રામ ગ્રૃપના માલિક મુકેશભાઈ પટેલે સાથેની વાતચીતમાં જણાવ્યું હતું. અલંગ શિપબ્રેકીંગ યાર્ડમાં આવેલા નેવીના વિરાટ જહાજ ભાવનગરના શ્રી રામ શિપિંગ ઇન્ડસ્ટ્રીઝે ખરીદી કર્યા બાદ વિરાટને મ્યુઝ્યિમ તરીકે જાહેર કરવાની માંગ ઉઠી હતી. જેને લઇને વિરાટના માલિક શ્રી રામ ગ્રૃપ શિપિંગ ઇન્ડસ્ટ્રીઝના માલિકે સાથે વાતચીત કરી સ્પષ્ટતા કરી હતી. INS વિરાટના ફરી વિવાદથી શિપબ્રેકર માલિક અજાણ, બ્રિટન ટ્રસ્ટે બંને દેશ પાસે માંગણી કરી હોવાનું આવ્યું હતું સામે શિપબ્રેકર પાસે મૌખિક કે લેખિત બ્રિટન ટ્રસ્ટની કોઈ વાત નહિ
અલંગમાં પ્લોટ-9 માં આવેલું વિરાટ કાંઠેથી આશરે ૧૦૦૦ ફૂટ દૂર પાણીમાં છે. પણ કટિંગ કરવાનું કામ પ્રારંભી દેવામાં આવ્યું છે. હાલમાં વિરાટના રન-વે નાં ઊંચાઈ વાળા ભાગનું કટિંગ દરિયામાં જ થઈ ગયું હોવાનું મુકેશ પટેલે જણાવ્યું છે, વધુમાં મુકેશ પટેલ દ્વારા જણાવેલ કે, દિવાળી બાદના લાભ પાંચમથી થોડું થોડું કટિંગ દરિયામાં જ કરવાનું શરૂ કરી દીધું છે. જોકે, શિપબ્રેકર મુકેશભાઈ પટેલે પણ સ્પષ્ટ કહ્યું હતું કે, હવે વિરાટનું કટિંગ કામ શરૂ કરી દેવાયુ છે. આ સાથે ધીરે ધીરે સંપૂર્ણ કાંઠે લાવવા માટે બીચિંગ પ્રક્રિયા પણ ભરતી દરમ્યાન કરવામાં આવી રહી છે.
<br />વિરાટ નૌસેનાનું બીજું જહાજ છે જેને સ્ક્રેપ કરવાની શરૂઆત કરી દેવામાં આવી છે. જો કે અગાઉ ૨૦૧૪માં વિક્રાંતને મુંબઈમાં ભંગારમાં પરિવર્તીત કરવામાં આવ્યું હતું. ભારતીય નૌસેનામાં યશસ્વી યોગદાન આપી નિવૃત્ત થનાર “ધ ગ્રાન્ડ ઓલ્ડ લેડી” તરીકે જાણીતા યુદ્ધ જહાજ આઈએનએસ વિરાટને બ્રેકીંગ માટે ભાવનગરનાં અલગં શીપ બ્રેકીંગ યાર્ડ લાવવામાં આવેલ છે. ૭૦ વર્ષ જૂના આ વિમાન વાહક યુદ્ધ જહાજનું વજન ૨૭,૮૦૦ ટન છે અને અગાઉ નવેમ્બર ૧૯૫૯ થી ૧૯૮૪ સુધી બ્રિટિશ નેવાનો હિસ્સો હતું. વિરાટ જહાજના અંતિમ ખરીદનાર શ્રીરામ ગ્રુપના ચેરમેન મુકેશભાઈ પટેલના જણાવ્યા પ્રમાણે આ જહાજ ફક્ત જહાજ નથી, પરંતુ સમગ્ર દેશની સંવેદના તેની સાથે જોડાયેલી છે. વિરાટે પોતાના કાર્યકાળ દરમિયાન ભારતીય નૌસેનામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા અદા કરી હતી. ભારતીય નૌસેનાના અતિમહત્ત્વનાં યુદ્ધ જહાજ INS વિરાટનો મુદ્રા લેખ હતો "જળમેવ યસ્ય બલમેવ તસ્ય', ગુજરાતીમાં તેનો અર્થ થાય છે પૂરી તાકાત થી સમુદ્ર પર રાજ કરવું અને આ લોગો જ ઘણું બધું કહી જાય છે.
30 વર્ષ સુધી ભારતીય નૌસેનામાં વિરાટ સામેલ હતું અને તેમાં ૧૨૦૭ ક્રૂ-મેમ્બર, ૧૪૩ એર ક્રૂ-મેમ્બર મળી ૧૩૫૦ના સ્ટાફ માટે ૩ મહિના ચાલે તેટલા રેશનનો જથ્થો, પાણી પુરવઠા માટેના ડિસેલિનેશ પ્લાન્ટ સાથે સજ્જ હતું. વિરાટ એક મોટી ટાઉનશિપ જેવું હતું, જેમાં જિમ, લાઇબ્રેરી, હોસ્પિટલ સામેલ હતાં. તેમાં ૧૬ સી-હેરિયર પ્લેન, ૪ સી-કિંગ હેલિકોપ્ટરને સામેલ કરાયું હતું. ભારતીય નૌસેનામાંથી વિરાટને સેવા નિવૃત્ત કરવામાં આવ્યા બાદ તેને કોચિન શિપયાર્ડ ખાતે હથિયારો, દારૂગોળો, મશીનરી, રડાર, એન્જિન, પ્રોપેલર કાઢી નાખવામાં આવ્યાં હતાં.