ભાવનગર : વરતેજના નવાગામમાં બે સંતાનો સાથે પિતાનો સામૂહિક આપઘાત, કાળજું કંપાવી નાંખનારી ઘટના
ચાર વર્ષના પુત્ર અને પાંચની વર્ષની પુત્રીને ફાંસે આપ્યા બાદ પિતાએ પણ ગળેફાંસો ખાઈ લીધો હોવાનું અનુમાન, પત્ની રિસામણે હોવાથી ઘરકંકાસથી કંટાળી પગલું ભર્યુ હોવાની ચર્ચા


ભાવનગર : ભાવનગર જિલ્લાન વરતેજના નવાગામે કાળજું કંપાવી નાંખનારી ઘટના સામે આવી છે. અહીંયા એક પરિવારમાં સામૂહિત આપઘાતની ઘટનાથી ચકચાર મચી જવા પામી છે. વરતેજના નવાગામે રહેતા એક યુવકે પોતાના બે ફૂલ જેવા કોમળ સંતાનો સાથે સામૂહિક આપઘાત કર્યો છે. ઘટનાના પગલે સમગ્ર ભાવનગરમાં હાહાકાર મચી ગયો છે.


બનાવની વિગત એવી છે કે ભાવનગર જિલ્લાના વરતેજમાં આવેલા નવાગામે એક પરિવારમાં સામૂહિક આપઘાતના સમાચાર ગઈકાલે રાત્રે જ પ્રાપ્ત થયા હતા. પોલીસ ઘટનાને પગલે દોડી જતા દૃશ્યો જોઈને ચોંકી ગઈ હતી. અહીંયા એક પિતાએ પોતાના ચાર વર્ષના પુત્ર અને પાંચ વર્ષની પુત્રની ગળેફાંસો આપી પોતે પણ આત્મત્યા કરી હતી.


બનાવની વિગત મુજબ આ સામૂહિક હત્યા પાછળનું નક્કર કારણ જાણવા મળ્યું નથી પરંતુ આપઘાત કરનાર યુવકની પત્ની રિસામણે ગઈ હોવાની ચર્ચા છે. ઘરકંકાસથી કંટાળીને આ વ્યક્તિએ પોતાના કૂમળા ફૂલ જેવા બાળકો સાથે જિંદગી ટૂંકાવી લીધી છે. ઘટનાને પગલે સમગ્ર ભાવનગર જિલ્લામાં ચકચાર મચી ગઈ છે.


પોલીસે ઘટનાસ્થળે જઈને બનાવની તપાસ હાથ ધરી છે. પોલીસને ઘરમાંથી ગળેફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહો મળી આવ્યા છે જેનું પોસ્ટમોર્ટમ કરાવી અને આગળની તપાસ હાધ ધરી છે. પોલીસે મૃતકની પત્ની અને પરિવારને પણ તપાસ શરૂ કરી


નજીવી બાબતોમાં વાત વણસતા જિંદગી ટૂંકાવી લેતા લોકો માટે આ ઘટના એક પડકાર છે. આત્મહત્યાના કિસ્સાઓમાં થતો વધારો મનોવૈજ્ઞાનિકો અને સમાજશાસ્ત્રીઓ માટે પણ એક પડકાર છે. જેમ જેમ સમાજ પ્રગતિ કરી રહ્યો છે તેમ તેમ હતાશા અને નિરાશાના બનાવોમાં આત્મહત્યા સામે આવી રહી છે. હાલ તો પોલીસ આ ઘટનાના મૂળ સુધી પહોંચે પછી જ કોઈ નક્કર કારણ મળે તેવી શક્યતા છે.