

વાયુ વાવાઝોડાની અસરના પગલે સૌરાષ્ટ્રમાં મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો હતો. જેના પગલે ભાવનગરમાં પણ ભારે વરસાદ પડ્યો હતો. ભાવનગરમાં સવારના વરસાદમાં પડેલા ભૂવાના કારણે કાર ખાબકી હતી.


મળતી માહિતી પ્રમાણે ભાવનગરના ગીતા ચોક વિસ્તારમાં આવેલી સોસાયટીની બહાર જ ભુવો પડ્યો હતો. જેમાં એક કાર ફસાઇ હતી. જેને કાઢવા માટે ફાયર બ્રિગેડને જાણ કરી હતી. ફાયરની ટીમે ઘટના સ્થળે પહોંચીને ભારે જહેમત બાદ ભૂવામાંથી કારને બહાર કાઢી હતી.


ઉલ્લેખનીય છે કે, અરબી સમુદ્વમાં ઉદ્ભવેલું વાયુ વાવાઝોડું હવે ગુજરાતનાં દરિયાકિનારે નહીં ટકરાય પરંતુ હવે તે દરિયાઇ માર્ગે ઓમાન તરફ ફંટાશે. વાવાઝોડાની દિશા બદલાઇ છે તેમ છતાંય ગુજરાત પર હજુય ખતરો મંડરાયેલો રહ્યો છે .


રાજ્યનાં દરિયાકાંઠે આગામી 24 કલાક ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેના લીધે સરકારે આ બાબતની ગંભીરતા લઇને વધુ 48 કલાક સુધી હાઇએલર્ટ યથાવત રાખ્યુ છે.