નીતિન ગોહેલ, ભાવનગરઃ ભાવનગર શહેરના (Bhavnagar) અધેવાડા ગામે (Aadhevada village) આવેલ શિવેશ્વર સોસાયટીમાં કોમન પ્લોટમાં કાર પાર્કિંગ કરવા બાબતે નિવૃત આર્મીમેન (Ex army man) દ્વારા હવામાં ફાયરિંગ કરવામાં (firing in air) આવ્યું. ઘટનાની જાણ થતા એએસપી સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો છે તેમ જ વધુ તપાસ હાથ ધરી છે.
ઘટના અંગે ભાવનગર એ.એસ.પી સફિન હસને જણાવ્યું હતું કે અધેવાડા ગામે આવેલ શિવેશ્વર સોસાયટીમાં આવેલ ફાયરિંગની ઘટના બનવા પામી છે. એક જ સોસાયટીમાં રહેતા નિવૃત આર્મીમેન અને તેના પાડોશી બંને વચ્ચે સોસાયટીની જગ્યાએ બાબતે બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થતા નિવૃત આર્મી મેને પોતાની લાઈસન્સ વાળી રિવોલ્વરથી હવામાં ફાયરીંગ કર્યું હતું.