નિતિન ગોહેલ, ભાવનગરઃ વિશ્વમાં સૌપ્રથમ વાર ફક્ત બે રૂપિયાની દહીંની સ્ટ્રીપ (Yoghurt strip) સેન્ટ્રલ સોલ્ટ ખાતે વિકસાવવામાં આવી છે. કોરોનાનાં (coronavirus) સમયગાળામાં અને ત્યારબાદ પણ લોકો હવે બહારથી વસ્તુઓ લાવવાનું સુરક્ષિત સમજતા નથી. ત્યારે ૩ મહિના સુધી ચાલી શકે તેવી દહીંની સ્ટ્રીપ રેફ્રીજરેટરમાં મૂકી રાખવી અને જ્યારે જરૂર પડે ત્યારે વાપરવાની ટેકનિક જીવન કેટલું સરળ બનાવી શકે છે.
મોટાભાગે આપણે મેળવણ ઉમેરીને ગરમ દૂધ થી દહીં બનાવતા હોય છે. દૂધને આખી રાત રાખવામાં આવે છે જેથી ઈંક્યુબેશન થઈને સવારે દહીં બને. ઘરના દહીંની ગુણવતા સારી હોય છે પરંતુ હવે બજારમાં પણ પ્રોબાયોટિક દહીં, મીઠું દહીં, ફ્લેવર્ડ દહીં જેમ અલગ-અલગ દહીં મળે છે. કોવિડ પેન્ડેમિકનાં કારણે હવે લોકો બજારમાંથી ખાવાની વસ્તુઓ લાવતા અચકાશે.