અમદાવાદ: ચોમાસાની ઋતુ (Monsoon) દરમિયાન ડેમ ઓવરફ્લો થવાના સમાચાર આવતા હોય છે. જોકે, અમરેલીના રાજુલામાં શિયાળામાં કમોસમી વરસાદ (Unseasonal rain)ને પગલે ડેમ ઓવરફ્લો થયો છે. અમરેલી જિલ્લામાં 10 અને 11 તારીખે કમોસમી વરસાદ નોંધાયો છે. જેના પગલે રાજાલાના રાજુલા ઘાતરવડી ડેમ-2 (Dhatarwadi Dam-2)માં પાણીની આવક થઈ છે. પાણીની આવકને પગલે ડેમ ઓવરફ્લો (Dam overflow) થયો છે. શિયાળાની ઋતુમાં આ ડેમ ઓવરફ્લો થયો હોય તેવો આ પ્રથમ બનાવ છે.
કૉંગ્રેસે ખેડૂતોને વળતર આપવાની કરી માંગ: હવામાન ખાતા (Weather Department)ની આગાહી પ્રમાણે રાજ્યના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ (Unseasonal Rain) પડ્યો છે. વરસાદને પગલે માર્કેટિંગ યાર્ડો (APMC)માં પડી રહેલો માલ પલળી ગયો છે. આ ઉપરાંત વરસાદને પગલે ખેડૂતોને શિયાળું પાકને પણ નુકસાન થવાની ભીતિ સેવવામાં આવી રહી છે. કમોસમી વરસાદ મામલે ગુજરાત પ્રદેશ કૉંગ્રેસ અધ્યક્ષ અમિત ચાવડા (Amit Chavda)એ ખેડૂતોને નુકસાન વળતર આપવાની માંગણી કરી છે.