અમરેલી: અકસ્માત (Road Accident)ના કેસમાં અનેક વખત લોકો લૂંટ ચલાવતા હોય છે. આવા બનાવો સમયાંતરે બનતા હોય છે. અમરેલી જિલ્લા (Amreli District)માં આવે જ એક બનાવ બન્યો છે. અહીં એક સિંગતેલ ભરેલું ટેન્કર (Oil Tanker) પલટી ગયું હતું. જે બાદમાં આસપાસના લોકો હાથમાં આવે તે વાસણ લઈને દોડ્યા હતા અને રસ્તા પર ઢોળાયેલું તેલ એકઠું કરીને લઈ ગયા હતા. આ પહેલા તમે દારૂ ભરેલા વાહનને અકસ્માત પડ્યા બાદ દારૂ-બીયરની લૂંટ થયાના બનાવો વિશે સાંભળ્યું હશે.