Home » photogallery » kutchh-saurastra » અમરેલી : ગુડ્ઝ ટ્રેનના પૈડા નીચે 5 વર્ષનો સિંહ કપાયો, સાવરકુંડલા પાસે કમકમાટી ભર્યુ મોત

અમરેલી : ગુડ્ઝ ટ્રેનના પૈડા નીચે 5 વર્ષનો સિંહ કપાયો, સાવરકુંડલા પાસે કમકમાટી ભર્યુ મોત

Amreli Goods Train hit Lion : પીપાવાવ રેલવે લાઇન ફરી એકવાર એશિયાટિક સિંહ માટે બની જોખમી! ઇમર્જન્સી બ્રેક મારી પણ સિંહ કચડાઈ ગયો. વિચલિત કરતા દૃશ્યો સામે આવ્યા

विज्ञापन

 • 15

  અમરેલી : ગુડ્ઝ ટ્રેનના પૈડા નીચે 5 વર્ષનો સિંહ કપાયો, સાવરકુંડલા પાસે કમકમાટી ભર્યુ મોત

  રાજન ગઢિયા, અમરેલી : અમરેલીના (Amreli) પીપાવાવ પોર્ટ સુધી રેલેવે લાઇન (Pipavav Railway Ljne) કાર્યરત છે. માલવાહક કન્ટેનરો માટે સક્રિય આ લાઇન જેટલી ગતિથી વેપારને વધારી રહી છે એટલી જ ગતિથી સિંહો (Lion) માટે જોખમ પણ ઉભું થઈ રહ્યુ છે. અહીંયા અગાઉ પણ સિંહોનું મોત (Death of Lion) થયું હોવાની ઘટના ઘટી હતી ત્યારે ગઈકાલે સાવરકુંડલા (Savarkundla) પાસે ફરી એકવાર સિંહ આ ટ્રેનની અડફેટે (Goods Train hit Lion) આવી જતા તેનું કમકમાટી ભર્યુ મોત નીપજ્યું છે. ઘટના બાદ વન વિભાગ સિંહના કપાયેલા અંગો સાથે તેના મૃતદેહને ધારી લઈ ગયું હતું

  MORE
  GALLERIES

 • 25

  અમરેલી : ગુડ્ઝ ટ્રેનના પૈડા નીચે 5 વર્ષનો સિંહ કપાયો, સાવરકુંડલા પાસે કમકમાટી ભર્યુ મોત

  ચેતવણી : આ દૃશ્યો વિચલિત કરી શકે છે. (Warning : Disturbing Images) બનાવની વિગતો એવી છે કે ગઈકાલે રાતે પીપાવાવ ગુડ્સ લાઇનની એક ટ્રેન સાવરકુંડલા નજીક ખડકાણા 52 નંબરના રેલવે ફાટક પાસેથી પસાર થઈ રહી હતી ત્યારે ખારી નદીના પુલ નજીક સિંહ સાથે અથડાઈ હતી. અહીંયા અચાનક એક સિંહ ટ્રેન નીચે આવી જતા કપાઈ ગયો હતો. સિંહ સવર્ધન અને સંરક્ષણની કવાયતો વચ્ચે આ પ્રકારે અકસ્માતે મોતને ભેટતા વનરાજો પણ ગંભીર ગહનનો વિષય છે.

  MORE
  GALLERIES

 • 35

  અમરેલી : ગુડ્ઝ ટ્રેનના પૈડા નીચે 5 વર્ષનો સિંહ કપાયો, સાવરકુંડલા પાસે કમકમાટી ભર્યુ મોત

  સિંહ અડફેટે આવતા ડ્રાઇવેર ઇમર્જન્સી બ્રેક મારી હોવાની વિગતો સામે આવી છે. જોકે, કોઈ પણ ઇમર્જન્સી બ્રેક સિંહને બચાવી શકે નહીં તે પણ સત્ય છે. ગઈકાલે આ ઘટના 9.30 વાગ્યાની આસપાસ ઘટી ત્યારબાદ ટ્રેનના પૈડા થંભાવી દેવામાં આવ્યા હતા. ઘટનાના પગલે વનવિભાગના ઉચ્ચ અધિકારીઓ દોડી આવ્યા હતા.

  MORE
  GALLERIES

 • 45

  અમરેલી : ગુડ્ઝ ટ્રેનના પૈડા નીચે 5 વર્ષનો સિંહ કપાયો, સાવરકુંડલા પાસે કમકમાટી ભર્યુ મોત

  વનવિભાગના અધિકારીઓએ સિંહના મૃતદેહના ટુકડા એકઠા કરી અને જગ્યાનું પંચનામું વગેરે જેવી ઔપચારિકતા કરી હતી અને ત્યારબાદ રાત્રિના 2.30 વાગ્યાની આસપાસ ટ્રેન રવાના કરવામાં આવી હતી. ડ્રાઇવેર સિંહ અડફેટે આવતા ઇમર્જન્સી બ્રેક મારી હોવાની પુષ્ટી વનવિભાગના અધિકારીઓએ પણ કરી હતી.

  MORE
  GALLERIES

 • 55

  અમરેલી : ગુડ્ઝ ટ્રેનના પૈડા નીચે 5 વર્ષનો સિંહ કપાયો, સાવરકુંડલા પાસે કમકમાટી ભર્યુ મોત

  ચેતવણી : આ દૃશ્યો વિચલિત કરી શકે છે. (Warning : Disturbing Images) ઉલ્લેખનીય છે કે આ લાઇન પરથી અવારનવાર સિંહો પસાર થાય છે અને આ મામલે અકસ્માતોને રોકવા માટે સઘન પ્રયાસો થઈ રહ્યા છે. જોકે પ્રાથમિક સંભાવનાઓ મુજબ નદી વિસ્તાર હોવાના કારણે સિંહ પાણી માટે આવ્યો અને અડફેટે આવી ગયો હોય તેવી શક્યતાઓ નકારી શકાતી નથી.

  MORE
  GALLERIES