

ઈઝરાયલનો પાકિસ્તાન સાથે રાજનૈતિક કે વ્યવસાયિક રીતે કોઈ પણ પ્રકારનો સંબંધ નથી, બંને દેશ વચ્ચે એટલી વેર-શત્રુતા છે કે, પાકિસ્તાન પોતાના નાગરીકોને ઈઝરાયલ જવાની પરવાનગી પણ નથી આપતું. તમામ પાકિસ્તાની પાસપોર્ટ પર સ્પષ્ટ શબ્દોમાં લખેલુ હોય છે કે, આ પાસપોર્ટ ઈઝરાયલને છોડી તમામ દેશો માટે માન્ય છે.


ઈઝરાયલ પાકિસ્તાનને માન્યતા એટલા માટે નથી આપતું, કારણ કે, પાકિસ્તાન ધાર્મિક આધાર પર ફિલિસ્તાનને માન્યતા આપે છે. ઈજરાયલ અને ફિલિસ્તાન વચ્ચેની દુશ્મનાવટ દુનિયાભરમાં લોકો જાણે છે, જેવી રીતે ભારત-પાકિસ્તાનની. 1948માં વિભાજન બાદ ઈઝરાયલ અને ફિલિસ્તાની એમ બે દેશ બન્યા હતા. ઈઝરાયલ અને ફિલિસ્તાનમાં હજુ પણ દુશ્મનાવટ ગાજા ક્ષેત્રને લઈ છે. બંને દેશ ગાજા ક્ષેત્ર પર પોત-પોતાનો દાવો કરી રહ્યા છે.


ઈઝરાયલ અને ફિલિસ્તાની વચ્ચે અસલી ઝડ છે પશ્ચિમ એશિયાનો તે વિસ્તાર જ્યાં યહૂદીઓ પોતાનો હક જતાવે છે, આ તે વિસ્તાર હતો જ્યાં સદીઓ પહેલા યહૂદી ધર્મનો જન્મ થયો હતો. આ તેજ જમીન છે જ્યાં ઈસાઈ ધર્મનો જન્મ થયો. બાદમાં ઈસ્લામના ઉદય સાથે જોડાયેલો ઈતિહાસ પણ અહીં જ લખવામાં આવ્યો. યહૂદીઓના દાવાવાળા આ વિસ્તારમાં મધ્યકાળમાં અરબ ફિલિસ્તાનીઓની વસ્તી વસી ચુકી હતી. 1922થી આ વિસ્તાર બ્રિટિસ હુકુમતના કબજામાં હતો. તો પણ યહૂદીઓ અને ફિલિસ્તીનીઓ વચ્ચે, અહીં દબદબાને લઈ ગૃહયુદ્ધ ચાલુ હતા.


સૈન્ય શક્તિઓના આધાર પર ઈઝરાયલ ખુબ મજબૂત દેશ માનવામાં આવે છે. તેની તાકાત અમેરિકા સહિત પૂરૂ વિશ્વ માને છે. મજબૂત સૈન્ય શક્તિ હોવા પાચલ ઘણા કારણ છે. તેમાં એક એ છે કે, અહીં દરેક પરિવારમાંથી એક વ્યક્તિને સેનામાં સામેલ હોવું ફરજીયાત છે. સેનામાં જવા માટે જેંડરથી કોઈ ફર્ક નથી પડતો. ઈઝરાયલમાં મહિલાઓને પણ સેનાની ટ્રેનિંગ લેવી અનિવાર્ય છે.


ઈઝરાયલની જમીની સેના, નૌ સેના અને વાયુ સેના વચ્ચે સારો સંબંધ છે. એટલે કે, ત્રેણે વીંગ એક બીજાને તમામ માહિતી આદાન પ્રદાન કરે છે, અને દરેક ઓપરેશનની જાણકારી ત્રણે વીંગના અધિકારીને આપવામાં આવે છે. આ દેશ પાસે પોતાની Defense System છે. ઈઝરાયલ કોઈ પણ દેશ પાસે પોતાના સેટેલાઈટ ભાગીદારી નથી કરતું. ઈઝરાયલ અત્યાર સુધીમાં 7 મોટા યુદ્ધ લડી ચુક્યું છે, અને દરેક વખત જીતી પણ ચુક્યું છે.


ઈઝરાયલ એક યહૂદી દેશ છે. અહીંના સંસ્થાપક અને પહેલા પ્રધાનમંત્રી ડેવિડ બેન ગુરિયન નાસ્તિક હતા. દુનિયામાં ક્યાંય પણ રહેતા યહૂદીને ઈઝરાયલનો નાગરીક માનવામાં આવે છે. અહીંથી અધિકારીક ભાષા અરબી અને હિબ્રો છે. કેટલાએ મુસ્લીમ દેશો ઈઝરાયના દુશ્મન છે. ઈઝરાયલની રાજધાની અને અહીંનુ પવિત્ર સ્થળ જેરૂસલેમ છે. આ દુનિયાના સૌથી પ્રાચિન શહેરોમાંનું એક છે. રાજધાની જેરૂસલેમને બે વખત તબાહ કરી દેવામાં આવી ચુક્યું છે.