

મેષઃ આ અઠવાડિયે તમારે તમારી કોશિશથી વિપરીત પરિસ્થિતિઓનો સામનો કરી ચતુરાઈથી બચવાનું રહેશે. તમારી પ્રતિષ્ઠિત અને મોટા લોકો સાથે મુલાકાત થશે. સામાજિક અને રાજનૈતિક ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકોની પ્રગતિ થશે. અઠવાડિયાના પ્રારંભમાં બુધવાર બપોર સુધી વિરોધીઓની સક્રિયતાને કારણે તમે તણાવ અનુભવશો. જન્મ-સ્થળથી દૂર પ્રવાસનો ચોગ છે. તમને દૂરના સંબંધોથી લાભ થઈ શકે છે. તમને આંખોમાં પરેશાની થઈ શકે છે. આના પછી શુક્રવારની રાત સુધી દાંપત્યજીવનમાં નાની નાની સમસ્યાને કારણે જીવનસાથીથી તમને અસંતોષ રહેશે. અઠવાડિયાને અંતે તમે રોગ, છેતરપિંડી, માતાના સ્વાસ્થ્ય વગેરેથી પરેશાન થઈ શકો છો. તમને વારસાગત કોઈ ધનનો લાભ મળી શકે છે. પ્રેમ-સંબંધમાં શિથિલતા રહેશે. નોકરી કરનારાને પૈસા સાથે સન્માન પણ મળશે. બૌદ્ધિક વ્યવસાયમાં સફળતા મળશે. રોગ અને વિરોધી પરેશાન કર્યા બાદ નિયંત્રણમાં આવી જશે. ઉચ્ચ શિક્ષણ માટે કરેલા પ્રયાસો તમને સફળતા મળશે.


વૃષભઃ આ અઠવાડિયે તમારે તમારા ઉગ્ર સ્વભાવને નિયંત્રણમાં રાખવાનો રહેશે. તમને ભૌતિક સંસાધનોનું સુખ મળશે. વ્યવસાય કરનારાને સફળતા ઓછી મળશે. તમને ભાગ્યનો સહયોગ મળશે. યાત્રા, મોજમજાને કારણે નાણાં વધુ ખર્ચાઈ જશે, જેને કારણે તમારે પૈસા ઉધાર લેવા પડશે. લાંબા પ્રવાસ સાથે દૂરના સંબંધોથી તમને લાભ થઈ શકે છે. શિક્ષણ, સંતાન અને પ્રેમ-સંબંધોની બાબતમાં તમને નસીબનો સાથ મળશે. તમને આજે મિત્રો અને ભાઈઓનો સાથ મળશે. તમને સારા માર્ગથી ધનપ્રાપ્તિ થઈ શકે છે. અઠવાડિયાની મધ્યમાં રોગ વગેરે સમસ્યાને કારણે તમે શારીરિક અને વ્યક્તિત્વમાં નબળાઈ અનુભવશો. આજે તમે ખર્ચ વધુ કરશો. અઠવાડિયાને અંતે નાની નાની સમસ્યાઓનો સામનો કરવાનો આવશે. માતા અને ભાઈ-બહેનોનાં સુખમાં અસંતોષ મળશે. જીવનસાથી સાથે અણબનાવ રહેશે. સાથી સાથેના સંબંધમાં નિરાશા જોવા મળશે છતાં તેમના તરફથી સહયોગ મળશે. લાંબા સમયથી ચાલી રહેલો પ્રેમ-સંબંધ સમાપ્ત થઈ જશે. કામ દરમિયાન લાભ અને હાનિની ચિંતા રહેશે.


મિથુનઃ આ અઠવાડિયે તમારી સાથે થોડી જોખમવાળી સ્થિતિ બનશે. તમને ભાઈ, બહેન, પિતા વગેરેનો સહયોગ મળશે. સફળતા માટે મહેનત વધુ કરવાની રહેશે. અઠવાડિયાની મધ્યમાં નોકરી અથવા વ્યવસાયમાંથી ધન મળી શકે છે. સમાજમાં સન્સાન મળી શકે છે. લાંબા પ્રવાસનો યોગ છે. પ્રેમ-સંબંધમાં મધુરતા રહેશે. પ્રેમ-સંબંધ લગ્નમાં બદલાઈ શકે છે. તમને અનૈતિક અને ગુપ્ત રીતે ધન મળી શકે છે. ધનપ્રાપ્તિમાં મિ્ત્રોનો સહયોગ મળશે. તમારી આવકમાં વૃદ્ધિ થશે. મોંમાં, પગમાં અને પડવા-વાગવાની ઘટનાનો તમારે સામનો કરવો પડશે.


કર્કઃ આ અઠવાડિયે તમને કાર્યક્ષેત્રમાં સારી સફળતા મળશે. તમે આત્મબળ, સ્વાભિમાન અને આત્મવિશ્વાસ સાથે પ્રગતિ કરશો. તમે ધાર્મિક અને સમાજસેવાનાં કાર્યોમાં વ્યસ્ત રહેશો. તમે અઠવાડિયાના પ્રારંભે કઠિન સમયનો સામનો હોશિયારીથી કરવામાં સફળ રહેશો. મહત્વકાંક્ષાઓને કારણે સંઘર્ષમાં રહેશો. દાંપત્યજીવનમાં સંબંધોમાં મીઠાશ રહેશે. વ્યવસાયમાં પ્રગતિ કરશો. તમને બહુ સરળ રીતે ધન લાભ થઈ શકે છે. માનસિક તણાવ, આંખો અને નિદ્રારોગને કારણે તમે પરેશાન થશો. તમે પેટમાં અને પીઠની સમસ્યાને કારણે પરેશાન થશો.


સિંહઃ આ અઠવાડિયે તમને તણાવમાં રાહત મળશે અને તમારું આત્મબળ, સ્વાભિમાન જાળવાઈ રહેશે. તમે ભાગ્યના સહયોગથી મહત્વપૂર્ણ કાર્યોમાં પ્રગતિ કરશો. તમારી બેદરકારીને કારણે તમે અકારણ વધુ ખર્ચ કરી નાખશો. અઠવાડિયાના પ્રારંભથી મધ્ય સુધી વ્યય ભાવના સ્વામી દ્વિતીય ભાવ હોવાને કારણે કુટુંબીજનો તરફથી વ્યર્થમાં વિવાદ અને તણાવથી બચવાની તમે કોશિશ કરજો. તમે દરેક કાર્ય જલદીથી પૂરું કરવાનું વિચારશો. તમે ગેરસમજને કારણે પરેશાન થઈ શકો છો. જીવનસાથી સાથે મતભેદોને કારણે દાંપત્યજીવનમાં સુખનો અભાવ રહેશે. જીવનસાથીની બૌદ્ધિક ક્ષમતાનો તમને સહયોગ મળશે. પ્રેમ-સંબંધ લગ્નમાં બદલાઈ શકે છે, પણ સંબંધોમાં તણાવ રહેશે. નોકરીમાં સફળતા મળશે, પણ વ્યવસાયમાં કષ્ટ અને પરેશાનીનો સામનો કરવો પડશે.


કન્યાઃ આ અઠવાડિયું તમારા માટે સામાન્ય રહેશે. આત્મબળ, ઇચ્છાશક્તિ, સાહસ અને પરિશ્રમની બાબતમાં નબળાઈ રહેશે. તમારાં કાર્યોમાં જીવનસાથીનો સહયોગ મળશે. તમે તમારાં કાર્યમાં વ્યસ્ત રહેશો. અઠવાડિયાના અંતમાં તમારા ક્રોધનો પ્રભાવ વધુ રહેશે. તમને ભાગ્યનો સાથ મળશે, જેનાથી મહત્વપૂર્ણ કાર્યમાં પ્રગતિ થશે. પ્રેમ-સંબંધમાં શિથિલતા રહેશે અને સુખનો અભાવ જોવા મળશે. તમારે તણાવ અને બદનામીનો સામનો કરવો પડશે. જીવનસાથીના સહયોગનથી ધનપ્રાપ્ત થશે. તમે પેટ, પીઠની સમસ્યાથી પરેશાન રહેશો.


તુલાઃ આ અઠવાડિયાની તમારી મહત્વાકાંક્ષા અને પ્રયાસ બહુ પ્રબળ રહેશે. તમને એક કરતાં વધુ સ્રોતોથી ધન પ્રાપ્ત થઈ શકે છે. તમે ધાર્મિક કાર્યોમાં વધુ પૈસા ખર્ચ કરશો. તમને મુસીબતમાં ભાગ્યનો સાથ મળશે. તમને ભોગ-વિલાસ પ્રત્યે આકર્ષણ રહેશે. તમે અઠવાડિયા દરમિયાન કામમાં વધુ વ્યસ્ત રહેશો. તમારી નોકરીમાં પરિવર્તન આવી શકે છે. જીવનસાથીના સ્વભાવમાં સૌમ્યતાનો અભાવ જોવા મળશે. અઠવાડિયાના અંતે તમારા ઉગ્ર સ્વભાવને કારણે તમને જ નુકસાન થશે. નોકરીમાં પણ તમે પરેશાન થશો. કુટુંબના સભ્યો સાથે વિવાદમાં ન ઊતરો.


વૃશ્ચિકઃ આ અઠવાડિયે તમને તમારા કાર્યક્ષેત્રમાં સફળતા મળશે. ધાર્મિક કાર્યો થશે, એને લઈ તમારે કોઈ પ્રવાસ કરવાનો આવી શકે છે. તમે કોઈ જોખમ ન લેતા. તમારું દાંપત્યજીવન સામાન્ય રહેશે. પ્રેમ-સંબંધ લગ્નમાં બદલાઈ શકે છે. અઠવાડિયાના અંતે તમારા ક્રોધમાં વધારો થશે. ભાગ્યમાં નબળાઈને કારણે તમારે સંઘર્ષ કરવો પડશે. જીવનસાથીનો તમને સાથ મળશે.


ધનઃ આ અઠવાડિયે તમારું ભાગ્ય પ્રબળ રહેશે. તમને બધાં જ સાંસરિક સુખ ખૂબ સરળતાથી મળી રહેશે. તમે કોઈ ધાર્મિક યાત્રા કરી શકો છો. તમે પૈસા ખર્ચવામાં બેદરકારી રાખશો. આજે તમે કોઈ પણ વિપરીત પરિસ્થિતિમાં બહુ સરળતાથી સફળતા મેળવશો. તમારી માતાને સ્વાસ્થ્યસંબંધી પરેશાની રહેશે. અઠવાડિયાના અંતમાં તમારા સ્વભાવમાં ઉગ્રતા, ચિડિયાપણું રહેશે. તમને પૈસાનું નુકસાન થશે. નાના નાના રોગોને કારણે તમે પરેશાન રહેશો. પ્રેમ-સંબંધોમાં થોડો તણાવ રહેશે. જીવનસાથીના ભાગ્યનો તમને સહયોગ મળશે. નોકરીમાં તમને પરેશાની થઈ શકે છે. તમને તમારી મહેનત પ્રમાણે સફળતા મળશે.


મકરઃ આ અઠવાડિયે તમારામાં ભરપૂર આત્મબળ, આત્મવિશ્વાસ ધરાવવા છતાં તમે અસંતુષ્ટ રહેશો. તમારું સ્વાસ્થ્ય ઠીક રહેશે. ભાગ્યનો તમને સહયોગ નહિ મળે. દરેક કામમાં કોઈ ને કોઈ સમસ્યા આવશે અને એમાં મોડું થશે. તમને તમારા જીવનસાથીના ભાગ્યનો સહયોગ મળશે. એને કારણે તમારું જીવન સુખી અને આનંદમય બનશે. અઠવાડિયાના અંતે તમને શારીરિક નબળાઈ અને માનસિક અશાંતિ રહેશે. ઘર-પરિવારમાં પરેશાનીઓ રહેશે.


કુંભઃ તમારી બેદરકારીને કારણે ધનનો વેડફાટ થઈ શકે છે. સાહસ, પરાક્રમથી તમારું સ્થાન બનાવવામાં તમે સફળ રહેશો. ધાર્મિક આસ્થાની સાથે ભાગ્યનો સહયોગ મળશે. અઠવાડિયાના પ્રારંભથી મધ્ય સુધી તમે વધુ કાર્યો કરશો, પણ પરિણામો અને સફળતા બહુ નહિ મળે. નાના નાના રોગોને કારણે તમે પરેશાન થશો. તમારે ભાવના અને કર્તવ્યનું વચ્ચે સંતુલન જાળવવાનું રહેશે. અઠવાડિયાને અંતે તમને માનસિક તણાવ રહેશે. લગ્નજીવન સુખી રહેશે.


મીનઃ આ અઠવાડિયાના પ્રારંભથી બુધવાર બપોર સુધી પારિવારિક જીવન સુખી રહેશે. લાંબો પ્રવાસ શક્ય છે. નજીકના લોકો પાસેથી હાનિ અને તણાવ મળશે. અઠવાડિયાની મધ્યમાં આંખોની કોઈ સમસ્યાની પરેશાની થશે. કુટુંબમાં યોગ્યતા સિદ્ધ કરવાની તમને તક મળશે. અઠવાડિયાના અંતે તમને મળેલી સફળતાને કારણે તમારા પર અહં હાવી થઈ જશે. તમને ધાર્મિક કાર્યોમાં વધુ રુચિ રહેશે. તમે આજે ઓછી મહેનત અથવા વગર મહેનતે વધુ ધનલાભ લેવાની કોશિશ કરશો. પ્રેમ-સંબંધમાં અને દાંપત્યજીવનમાં તણાવ અને ક્લેશનો સામનો કરવો પડશે. તમે વધુ સ્રોતોથી ધન લાભ થઈ શકે છે. તમને ત્વચા રોગની કોઈ સમસ્યા થઈ શકે છે.