

અરૂણ જેટલીનું પાર્થિવ શરીર સુષ્મા સ્વરાજના પાર્થીવ શરીર કરતા અલગ પ્રકારે gun carriage પર લઈ જવામાં આવ્યું. દેશના વરિષ્ઠ નેતા અને પૂર્વ સરકારોમાં મહત્વપૂર્ણ મંત્રીપદ સંભાળી ચૂકેલા અરૂણ જેટલી માટે અપનાવવામાં આવેલી પ્રક્રિયા, હાલમાં જ સુષમા સ્વરાજના પાર્થિવ શરીરને લઈ જવા માટે અપનાવવામાં આવેલી પ્રક્રિયાથી અલગ હતી. તેની પાછળ આ કારણ હતું.


gun carriageથી પાર્થિવ શરીર લઈ જવાની પ્રક્રિયા માત્ર કેટલાક ગણમાન્ય પદો સુધી સિમિત છે. gun carriageથી પાર્થિવ શરીર લઈ જવાની પ્રક્રિયા માત્ર રાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રી અને રક્ષા મંત્રી જેવા પદો સાથે કરવામાં આવે છે. તમને જણાવી દઈએ કે, અરૂણ જેટલી મોદી સરકારના પહેલા કાર્યકાળમાં રક્ષામંત્રીનું પદ સંભાળી ચુક્યા હતા. જેથી શનિવારે તેમના નિધન બાદ જ્યારે રવિવારે તેમનો પાર્થિવ દેહ બીજેપી કાર્યાલય લઈ જવામાં આવી રહ્યો હતો ત્યારે તેને gun carriage પર રાખવામાં આવ્યો હતો.


લગભગ 10.58 કલાકે ફૂલોથી સજેલી બંદૂક ગાડી (gun carriage - એક પ્રકારનું સૈન્ય વાહન)માં અરૂણ જેટલીના પાર્થિવ શરીરને બીજેપી મુખ્યાલયમાં લાવવામાં આવ્યું. આ પહેલા તેમના પાર્થિવ શરીરને રવિવારે સવારે કૈલાશ કોલોની સ્થિત તેમના આવાસથી જનતા દર્શન માટે બીજેપી મુખ્યાલય લાવવામાં આવ્યું હતું. જેટલીના પાર્થિવ શરીરને જ્યારે બીજેપી મુખ્યાલય લાવવામાં આવી રહ્યું હતું ત્યારે બીજેપીના કેટલાએ નેતા અને પરિવારના સભ્યો હાજર હતા.


ગૃહમંત્રી અમિત શાહ અને રક્ષામંત્રી રાજનાથ સિંહ સહિત પાર્ટીના વરિષ્ઠ નેતાઓએ બીજેપી કાર્યાલયમાં અરૂણ જેટલીના પાર્થિવ શરીર પર પુષ્પ અર્પિત કર્યા અને તેમને શ્રદ્ધાંજલી આપી.


પૂર્વ નાણામંત્રી અરૂણ જેટલીનું દિલ્હીના એમ્સમાં 66 વર્ષની ઉંમરે નિધન થયું હતું. જ્યારે તેમના પાર્થિવ શરીરને બીજેપી કાર્યાલલ લાવવામાં આવ્યું ત્યારે તે કાર્યાલયના કેન્દ્રીય હોલમાં રાખવામાં આવ્યું હતું.