

મેષઃ આજે સવારે જ ચંદ્રમા તમારી રાશિથી રિપૂ ભાવમાં આવી ગયો છે. આજે તમારે તમારા સ્વભાવ અને વ્યવહારમાં સાવધાન રહેવું પડશે. તમારે મન સકારાત્મક બનાવવાનું રહેશે અને પ્રિયજનો સાથે તમારી વાણી અને વર્તન પર નિયંત્રણ રાખવાનું રહેશે. આજે તમારા મનમાં માનસિક ભ્રમ અને બેચેની રહેશે. આજે તમે કોઈ મોટો નિર્ણય ન લેતા. આજે કરેલો નિર્ણય તમારા માટે પ્રતિકૂળ હોઈ શકે છે. આજે તમે તમારાં મહત્વનાં કાર્યો સફળતાપૂર્વક પૂરાં કરશો. તમારી જૂની-નવી મહેનતને કારણે તમને કામમાં સફળતા મળી શકે છે. આજે તમને બીજાની મદદ કરવાની સારી તક મળશે. તમે પ્રેમી અથવા જીવનસાથી સાથે યથાસંભવ સહજ બનવાની કોશિશ કરજો. વધુ સંવેદનશીલતા અને ભાવુકતા તમારા સંબંધોને નકારાત્મક રીતે પ્રભાવિત કરી શકે છે. તમારે સંતાનો સાથે પ્રેમપૂર્વક વ્યવહાર કરવાનો રહેશે. તમારા મનમાં નોકરીને લઈને અસુરક્ષાનો ભાવ છે એ અકારણ છે. તમે આજે પણ નોકરીમાં પરેશાન રહેશો. તમારી નાણાકીય પરિસ્થિતિ નબળી રહેશે. તમને ધનહાનિ થઈ શકે છે. તમારું સ્વાસ્થ્ય હવામાનથી પ્રભાવિત થઈ શકે છે. તમને થોડો તાવ આવી શકે છે. ઠંડી વસ્તુઓનું સેવન ન કરતા.


વૃષભઃ આજે સવારથી તમારું મન ગભરાટ ઉત્પન્ન કરનારા વિચારોમાં ફસાયેલું રહેશે. સવારે જ ચંદ્રમા તમારી રાશિથી પંચમ ભાવમાં આવી જશે, જેની પર શનિની વક્ર દષ્ટિ પણ રહેશે. તમારા મનમાં નકારાત્મકતા વધુ રહેશે. આજે તમે જેની સાથે વાત કરશો એની સાથે તમે દલીલમાં ફસાઈ જશો. કોઈની સાથે વાત કરતાં પહેલાં બરોબર વિચાર કરજો. આજે તમે કોઈ પણ પ્રકારનું જોખમ ન લેતા. પૈસા અથવા રોકાણની મોટી લાલચથી આજે દૂર રહેજો. તમારી સાથે કોઈ છેતરપિંડી કરી શકે છે. આજે કોઈ પ્રવાસ કરી શકો છો. તમારા મનમાં આજે આધ્યાત્મિક વિચારો આવશે. તમને તમારાં સંતાનથી પ્રસન્નતા મળશે. તમારે જો દાંપત્યજીવનમાં શાંતિ, સુખ અને આનંદ જોઈતો હોય તો જીવનસાથી સાથે યથાસંભવ મિત્રતાનો ભાવ અને ઉદારતા દેખાડવાની રહેશે. તેમની પર તમારી ઇચ્છા થોપશો નહિ. તમારી વાણી અને વ્યવહાર પર નિયંત્રણ રાખશો. નોકરીમાં તમારે આજે વધુ કામ રહેશે. તમારે એમાં સાવધાની અને એકાગ્રતાથી કામ કરવાનું રહેશે. તમારું સ્વાસ્થ્ય નબળું રહેશે. તમને કોઈ એલર્જી થઈ શકે છે. તમને પીઠ અને માથામાં દર્દ થઈ શકે છે, માઇગ્રેન થઈ શકે છે.


મિથુનઃ આજે સવારથી જ ચંદ્રમા તમારી રાશિથી ચોથા ભાવમાં આવી જશે. આજનો દિવસ તમારા માટે એકંદરે સારો રહેશે. આજે તમારામાં ઉત્સાહ વધુ રહેશે. તમે આજે જે પણ કામ કરશો એમાં ઉત્સાહ વધુ રહેશે અને તમને સફળતા પણ મળશે. આજે તમને તમારા નજીકના મિત્રો અને સહયોગીઓનું પૂરું સમર્થન મળશે. આજે દિવસ વેડફશો નહિ. આજે તમારે પરિવારની જવાબદારી સંભાળવી પડશે. જીવનસાથી સાથેનો તમારો સંબંધ સારો રહેશે. જીવનસાથી સાથે આજનો દિવસ આનંદમાં વીતશે. તમારી નાણાકીય સ્થિતિ સારી રહેશે. તમને નવી નોકરીની ઓફર મળી શકે છે. તમારું સ્વાસ્થ્ય દિવસભર સારું રહેશે. આજે તમારામાં સકારાત્મકતા, પ્રસન્નતા વધુ જોવા મળશે.


કર્કઃ આજનો દિવસ તમારા માટે બહુ સકારાત્મક નહિ હોય. આજે જે બે ગ્રહો- શનિ અને બુધ સૌથી વધુ પ્રભાવી છે એ બંને તમારી રાશિ માટે ફળદાયી નથી. આજે તમારી સામે કેટલીક તણાવભરી સ્થિતિ ઊભી થઈ શકે છે, જે તમારી મનઃસ્થિતિને કારણે ઉત્પન્ન થશે. આજે કામને કારણે તમે થોડા દબાણ હેઠળ આવી જશો. આજે તમારે તમારો દષ્ટિકોણ યથાસંભવ સંતુલિત બનાવવાનો રહેશે. આજે તમને તમારા પ્રયાસોનાં પરિણામોને લઈ અસંતોષ રહેશે. આજે દિવસભર તમારે ભાગદોડ અને મહેનત કરવાની રહેશે. પારિવારિક બાબતોનો કોઈ પણ નિર્ણય બધાની સલાહને ધ્યાનમાં રાખીને લેજો. તમારે વાણી પર વધુ નિયંત્રણ રાખવાનું રહેશે. તમને તમારા અતીતની યાદ આવી શકે છે, આની અસર તમારા દાંપત્યજીવન પર પડી શકે છે. તમારે તમારા મન પર નિયંત્રણ રાખવાનું રહેશે. આજે નાણાંની સામે તમારો ખર્ચ વધી જશે. નોકરીમાં તમારે પરેશાનીનો સામનો કરવો પડશે. તમારું સ્વાસ્થ્ય નબળું રહેશે. તમને ગળાની અથવા ત્વચાની કોઈ એલર્જી થઈ શકે છે.


સિંહઃ આજે સવારમાં જ તમારી સામે કોઈ ને કોઈ કામ આવી જશે, જેમાં સાંજ સુધી તમને પાછળ જોવાની ફુરસદ નહિ મળે. આજે તમારે કોઈની સાથે દલીલ થઈ શકે છે. આજે તમે શાંત રહેજો અને વિનમ્રથી કામ કરજો. આજે તમે પૈસા, પરિવાર, નોકરી-ધંધાને લઈ કોઈ નવું લક્ષ્ય નિર્ધારિત કરશો. આજે તમારી મહત્વાકાંક્ષાઓ પ્રબળ રહેશે. તમે આજે મોંઘી વસ્તુની ખરીદી કરી શકો છો. તમે સાંજ પડતાં વધુ થાકી જશો. જીવનસાથી સાથે વાતવાતમાં નાની નાની મગજમારી થઈ શકે છે. પરિવાર સાથે દલીલ અને મતભેદ થઈ શકે છે. તમારે વાણી અને વ્યવહાર પર નિયંત્રણ રાખવાનું રહેશે. નાણાકીય બાબતે તમને સફળતા મળશે, પણ એના માટે તમારે વધુ મહેનત કરવાની રહેશે. નોકરીમાં આજે તમારે વધુ મહેનત કરવાની આવશે. તમારા મનમાં કોઈ ને કોઈ રીતે અસુરક્ષાની ભાવના રહેશે. આને કારણે તમારું બ્લડ-પ્રેશર વધી શકે છે. તમારું સ્વાસ્થ્ય હવામાનને કારણે પ્રભાવિત થઈ શકે છે.


કન્યાઃ ચંદ્રમા આજે સવારે જ તમારી રાશિમાં આવી જશે. તમારી રાશિમાં ચંદ્રમા હજી બહુ નવો અને થોડો નબળો છો. આજે તમે મનમાં નબળાઈ, આત્મબળનો અભાવ અને ગભરાટનો અનુભવ કરશો. તમે જો તમારો આત્મવિશ્વાસ જાળવશો તો દિવસ સારો જશે. આજે તમને કોઈ ખરીદીમાં, મનોરંજનમાં પૈસાનું નુકસાન થઈ શકે છે. આજે જીવનસાથીની વાતનું જરા પણ ખોટું ના લગાડતા. તમે ધીરજ અને પ્રેમપૂર્વક વ્યવહાર કરશો તો તમારું દાંપત્યજીવન સુખી અને પ્રસન્ન રહેશે. નોકરીમાં તમારે કેટલીક સમસ્યાઓનો સામનો કરવાનો આવી શકે છે. ઓફિસનો માહોલ નિરાશાજનક રહેશે.તમારું સ્વાસ્થ્ય બેચેની, માનસિક તણાવથી પ્રભાવિત થઈ શકે છે. અગર તમે આજે સહજ રહેશો તો તમારું સ્વાસ્થ્ય સારું રહેશે.


તુલાઃ આજે સવારે ચંદ્રમા તમારી રાશિથી બારમે આવી જશે. આજે તમને પૈસાની, નોકરીની વગેરેની ચિંતાઓ થશે. આજે ઓફિસ અને ઘરનાં કામને કારણે સાંજ સુધીમાં થાકી જશો છતાં તમે દિવસભર તણાવમુક્ત રહેશો. આજે તમે જીવનસાથી પર મુગ્ધ રહેશો. તમે સાથીને ખુશ રાખવા એની પાછળ વધુ ખર્ચ કરશો, પણ વાતચીતમાં કોઈ ગંભીર બાબત ન કહેતા. તમને આજે ધનલાભ થઈ શકે છે. નોકરીમાં તમારો દિવસ સારો રહેશે.


વૃશ્ચિકઃ આજનો દિવસ તમારા માટે સકારાત્મક રહેશે. તમને તમારા પ્રયાસોમાં સફળતા મળશે, નસીબનો પણ સાથ મળશે. તમને આજે કોઈ નવી તક મળી શકે છે, જેના માટે તમે સહમત ન પણ થાઓ. આજે નોકરીની બાબતમાં કોઈ મહત્વનો નિર્ણય અથવા એનો ઇન્ટર્વ્યુ થઈ શકે છે. તમને તમારા પરિવારનું અને વિશેષ કરીને માતા-પિતાનું સમર્થન મળશે. અગર જો તમે તમારા જીવનસાથી પ્રત્યે ઉદાર વલણ અપનાવશો તો સાથી તમારા પર ખુશ થશે. તમારું દાંપત્યજીવન સુખી અને આનંદમય રહેશે. આજે તમારી નાણાકીય સ્થિતિ સારી રહેશે. નોકરી-ધંધામાં તમને સારી સફળતા મળશે. તમારું સ્વાસ્થ્ય દિવસભર સારું રહેશે.


ધનઃ આજે સવારે ચંદ્રમા તમારી રાશિથી કર્મભાવમાં આવી જશે. આજનો દિવસ તમારા માટે સુસ્તીભર્યો રહેશે. આજે તમને કોઈને મળવા અથવા વાતચીત કરવામાં ઇચ્છા નહિ હોય. કામકાજમાં તમારું મન ઓછું લાગશે, પણ મહત્વનાં કાર્યોમાં તમારે સચેત રહેવું પડશે. આજનો દિવસ તમારા માટે સામાન્ય રહેશે. તમારા જૂના મિત્ર સાથે આજે મુલાકાત થઈ શકે છે. તમારે આજે તમારી વાણી પર નિયંત્રણ રાખવાનું રહેશે. જીવનસાથી અથવા પ્રેમી સાથે આજે અણબનાવ થઈ શકે છે. તમારા સંબંધોમાં ઉદાસીનતા અને તણાવ રહેશે. તમારે તમારી સંવેદનશીલતા અને ભાવનાઓને નિયંત્રણમાં રાખવાની રહેશે. તમારી નાણાકીય સ્થિતિ પરેશાનવાળી રહેશે. તમે આજે વધુ ખરીદી કરી શકો છો અને તમારાં નાણાં ખોવાઈ શકે છે. નોકરીમાં આજે તમારા પર કામનું દબાણ વધુ રહેશે અને તમે થોડા પરેશાન પણ થશો. તમારું સ્વાસ્થ્ય હવામાનને કારણે પ્રભાવિત થઈ શકે છે, ગળું ખરાબ થઈ શકે છે, માથામાં દુખાવો થઈ શકે છે.


મકરઃ આજનો દિવસ તમારા માટે અનુકૂળ નહિ હોય. તમે આજનો દિવસ શાંતિ અને દ્યૈર્યથી વિતાવી લેજો. તમે શારીરિક અને માનસિક રીતે વધુ નબળાઈ અનુભવશો, તેમ છતાં સામાજિક ક્ષેત્રે વધુ સક્રિય રહેશો. દૂરનાં સ્થળો પર તમારે કોઈ પ્રોગ્રામમાં જવાનું હોય તો આજે એને ટાળી દેશો. આજે તમને તમારી નોકરીને લઈ વધુ અસંતોષ રહેશે. તમારે તમારી મહત્વાકાંક્ષા સાથે સમજૂતી કરી લેવી પડશે. તમને આજે કોઈ નવો અનુભવ થઈ શકે છે. જીવનસાથી સાથેની વાતચીતમાં તમારી વાણી અને વ્યવહાર પર નિયંત્રણ રાખજો. સંબંધ બગડવો બહુ સરળ છે, પણ એને પાછો પહેલાં જેવો કરવો કઠિન રહેશે. તમારી નાણાકીય સ્થિતિ આજે નબળી રહેશે. નોકરીમાં તમારે કેટલાક પડકારોનો સામનો કરવો પડશે. તમારાં અટકેલાં કામો તમને પરેશાન વધુ કરશે. તમારું સ્વાસ્થ્ય આજે નબળું રહેશે, શરીરમાં નબળાઈ રહેશે. તમારું સ્વાસ્થ્ય હવામાનથી પ્રભાવિત થઈ શકે છે.


કુંભઃ આજનો દિવસ તમારા માટે એકંદરે સારો રહેશે. ચંદ્રમા તમારી રાશિથી આજે અષ્ટમ રહેશે. કોઈની સાથે વાતચીત કરવામાં, જોખમ ઉઠાવવામાં તમારે થોડું આત્મનિયંત્રણ રાખવાનું રહેશે. આજે તમે બીજાની બાબતમાં હસ્તક્ષેપ ન કરતા. તમને આજે નવી વ્યક્તિ સાથે મિત્રતા કરવાની તક મળી શકે છે, જે તમને બહુ ઉપયોગી નીવડી શકે છે. તમારા જીવનસાથી અથવા પ્રેમી સાથેનો સંબંધ સારો રહેશે. તમારી વચ્ચે દિવસ સારી રીતે પસાર થશે. તમારે વાણી પર નિયંત્રણ રાખવાનું રહેશે. તમારી નાણાકીય સ્થિતિ સારી રહેશે. નોકરીમાં આજે તમને મોટી સફળતા મળી શકે છે. તમારું સ્વાસ્થ્ય દિવસભર સારું રહેશે.


મીનઃ આજનો દિવસ તમારા માટે ઘણી રીતે સારો રહેશે. સવારે ચંદ્રમા તમારી રાશિથી બરોબર સામે આવી જશે. તમને આજે તમારા પ્રયાસોમાં મોટી સફળતા મળશે. આજે તમને નોકરી-ધંધામાં મોટી સફળતા-પરિણામ મળશે. તમારી બહુ મહત્વની વ્યક્તિ સાથે મુલાકાત થશે, જે તમારા માટે જીવનમાં સફળતાનાં દ્વાર ખોલી દેશે. સૌથી મહત્વની વાત એ છે કે આમાં કોઈપણ કામ માટે તમારે કોઈની ખુશામત નહિ કરવી પડે. તમને તમારી મહેનત, યોગ્યતા અને પ્રતિમાને કારણે બધું પ્રાપ્ત થશે. તમે આજે કોઈ પ્રવાસ કરશો. આજે તમે જીવનસાથી સાથે સંભાળીને વ્યવહાર કરવો પડશે. નોકરીમાં આજનો દિવસ તમારા માટે સકારાત્મક રહેશે. તમારું સ્વાસ્થ્ય સારું રહેશે. આજે તમારામાં બહુ ઊર્જા અને ઉત્સાહ જોવા મળશે.