

જો તમારી SBI બેંકમાં સેવિંગ એકાઉન્ટ હોય તો, આ સમાચાર જાણવા તમારા માટે જરૂરૂ છે. SBIએ સેવિંગ એકાઉન્ટ માટે એક મિનિમમ મંથલી એવરેજ બેલેન્સનો નિયમ નક્કી કરેલો છે. જો ગ્રાહક આ બેલેન્સને સરભર ન રાખે તો બેંક ગ્રાહક પાસેથી દંડ વસુલે છે. થોડા સમય પહેલા સમાચાર આવ્યા હતા કે, SBIએ મિનિમમ બેલેન્સ મેંટેન ન કરી શકનારા પાસેથી ચાર્જના નામે 5000 કરોડ વસુલ કર્યા. આ રીતે SBIએ ક્લેરિફિકેશન આપતા કહ્યું કે, આ ચાર્જ તેણે 40 ટકા સુધી ઓછો કરી દીધો છે, અને તેમનો ચાર્જ બેંક ઈન્ડસ્ટ્રીઝમાં સૌથી ઓછો છે.


આવું એવા લોકો સાથે વધારે થાય છે, જેમને બેંકોનું મિનીમમ મંથલી બેલેન્સ સમજમાં નથી આવતુ. કેટલા પૈસા એકાઉન્ટમાં રહેવા જરૂરી છે. તો અમે તમને શું છે બેંકોનું કેલ્ક્યુલેશન તે સમજાવીશું.


સમજીએ ગણીત - માની લઈએ કે, મંથલી મિનિમમ બેલેન્સ 5000 છે. એટલે કે રોજ દિવસ ખતમ થતા તમારા ખાતામાં 5000 રૂપિયા હોવા જોઈએ. હવે આ તમારી પર છે કે તમે એકાઉન્ટમાં પૂરો મહિનો માત્ર 5000 રૂપિયા રાખો છો અથવા તેનાથી વધારે. આને ઉદાહરણ તરીકે સમજીએ.


ઉદાહરણ - માનીએ કે 1 જુલાઈએ તમે તમારા સેવિંગ એકાઉન્ટમાં 5000 જમા કરાવ્યા. અગામી મહિના સુધી તમે કોઈ ટ્રાંજેક્શન ન કર્યું. એટલે કે મહિનાના શરૂઆતથી અંત સુધી તમારા ખાતામાં 5 હજાર જમા રહ્યા. એટલે કે તમે મિનીમમ બેલેન્સની રિક્વાયરમેન્ટ પુરી કરી.


જ્યારે કરી રહ્યા હોવ ટ્રાન્જેક્શન અને ડિપોઝીટ - તમે તમારા એકાઉન્ટમાંથી ભલે ટ્રાંજેક્શન કરી રહ્યા હોવ કે ડિપોઝીટ પરંતુ તમારી એવરેજ 5000થી ઓછી ન થવી જોઈએ. આને પણ એક ઉદાહરણથી સમજીએ. માનીએ કે 1 જુલાઈએ તમારા એકાઉન્ટમાં 5000 જમા કર્યા. 10 જુલાઈએ તમે 3000 નીકાળ્યા. ત્યારબાદ 20 જુલાઈએ ફરી 10000 જમા કર્યા. મહિનાના અંતમાં તમારા એકાઉન્ટમાં 12000 રૂપિયા હશે. આ રીતે તમારા મિનીમમ બેલેન્સની કેલ્ક્યુલેશન આ રીતે થશે.


આવી રીતે સમજો પુરૂ કેલ્ક્યુલેશન - 1 જુલાઈથી 10 જુલાઈ એટલે કે 9 દિવસનું તમારૂ બેલેન્સ રહ્યું 5000*9 = 45000 રૂપિયા, 10 જુલાઈથી 20 જુલાઈ એટલે કે 10 દિવસ બેલેન્સ રહ્યું 2000*10=20000 રૂપિયા. હવે 20 જુલાઈથી 31 જુલાઈ એટલે કે 11 દિવસ તમારી બેલેન્સ રહ્યું 12000*11 = 132000 રૂપિયા. હવે 1 જુલાઈથી 31 જુલાઈ સુધી કુલ બેલેન્સ જોઈએ તો, એ રહ્યું 197000 રૂપિયા. હવે 1 દિવસનું બેલેન્સ નીકાળવા માટે આને 31 દિવસ સાથે ભાગશો તો આવશે 6354 રૂપિયા.