

કૌન બનેગા કરોડપતિની 11મી સીઝનમાં અમિતાભ બચ્ચને પહેલી વખત સોમવારે એક કરોડનો સવાલ પુછ્યો હોટ સીટ પર બેઠેલી મધ્ય પ્રદેશની લેબર ઇન્સપેક્ટર ચરણા ગુપ્તાએ આ પ્રશ્ન પર ક્વિટ કર્યું. તે એક કરોડનો સાચો જવાબ આપે છે પણ ક્વિટ કર્યા બાદ. પણ આ સવાલ અને જવાબમાં કેવલ ચરણા ગુપ્તા જ અસમંજસમાં ન હતી. KBC પણ ક્યાંક ભૂલ કરી બેઠું. કારણ કે KBC તરફથી મુકવામાં આવેલાં ચાર વિકલ્પમાં પણ ભૂલ હતી.


ચરણા ગુપ્તાએ ઇતિહાસથી જોડાયેલાં સમ-સામાયિક વિષયનાં સવાલોનાં બિન્દાસ જવાબ આપી રહી હતી. તેને ચંદ્રયાન 2નાં લેન્ડરનું નામ શું છે. તેણે તુંરત જ જણાવી દીધુ હતું કે તેનું નામ વિક્રમ છે.


તો તેણે બોમ્બે કોલકત્તા, મદ્રાસ વિશ્વવિદ્યાલયની સ્થાપના કયા ગર્વનર જનરલનાં આધીન થઇ. તે પ્રશ્નનો પણ સાચો જવાબ આપ્યો હતો. લોર્ડ કેનિંગે આ તમામ યુનિવર્સિટીની સ્થાપના કરી. આ પ્રશ્નનો જવાબ આપી તે 50 લાખ રૂપિાય જીતી ગઇ.


જોકે 1 કરોડ રૂપિયાનો પ્રશ્ન હતો. કે 1977માં કંગલા ટોંગબીનું યુદ્ધ કઇ વર્તમાન રાજધાની શહેર પાસે થયુ હતું. a. ઇટાનગર b. ઇંફાલ c. ગુવાહાટી d. કોહિમા આમ તો આ પ્રશ્નનો જવાબ ઇંફાલ હતો. જે ક્વિટ કર્યા બાદ ચરણાએ આપ્યો હતો.