

કૌન બનેગા કરોડપતિની 11મી સીઝનમાં અમિતાભ બચ્ચન પહેલી વખત એક કરોડ રૂપિયાનો સવાલ પુછે છે. લેબર ઇન્સપેક્ટર ચરણા ગુપ્તા 15માં પ્રશ્ન સુધી પહોંચનારી પહેલી સ્પર્ધક બની જાય છે. જોકે તે આ સવાલ પર ક્વિટ કરે છે અને 50 લાખ રૂપિયા જીતી જાય છે.


મધ્ય પ્રદેશની રેહવાસી ચરણા ગુપ્તા ખુબજ સુંદર રીતે રમી હતી. તેણે મોટાભાગનાં અઘરાં પ્રશ્નોનાં જવાબ ત્વરિત આપી દીધા હતાં. તેને માલૂમ હતું કે ચંદ્રયાન 2નાં લેન્ડરનું નામ શું છે. તેણે તુંરત જ જણાવી દીધુ હતું કે તેનું નામ વિક્રમ છે. તે બાદ તેણે લોકપાલથી જોડાયેલાં સવાલનો પણ તત્કાલ જવાબ આપ્યો હતો


50 લાખનાં પ્રશ્નનાં જવાબ પર ચરણા ગુપ્તાએ 14મા સવાલનો જવાબ એટલે કે 50 લાખ રૂપિયાનાં સવાલ પર KBCની ગેમ છોડવાનો નિર્ણ કર્યો. તેણે બે વખત અમિતાભ બચ્ચનને ગેમ છોડવા કહ્યું. જ્યારે અમિતાભ બચ્ચને તેને ફરી એક વખત વિચારીને નિર્ણય લેવા કહ્યું. જોકે બાદમાં તેણે રિસ્ક લેવાનો નિર્ણય કર્યો અને તે 50 લાખ રૂપિયા જીતી ગઇ. જોકે આખરે ઇતિહાસથી જોડાયેલો પ્રશ્ન તે ન આપી શખી.


15મો પ્રશ્ન હતો કે, કંગલા ટોંગબીનું યુદ્ધ હાલની કઇ રાજધાનીમાં લડવામાં આવ્યું હતું. જેનો સાચો જવાબ હતો ઇંફાલ. આ જવાબ પહેલાં તેણે ક્વિટ કરી દીધુ. જોકે તેને કોઇએક ઓપશન સિલેક્ટ કરવાનું કહેવામાં આવ્યું તો તેણે પસંદગી ઇંફાલ પર જ ઉતારી હતી જે સાચો જવાબ હતો. અમિતાભ બચ્ચને તુંરત જ કહ્યું કે, જો તમે રિસ્ક લીધુ હોત તો તમે એક કરોડ જીતી જાત. પણ તમે શ્યોર ન હતાં. તેથી જે કર્યું તે બરાબર હતું.


દેવી દુર્ગાનાં સવાલ પર ફસાઇ હતી ચરણા- ચરણાએ આ પ્રશ્ન પર ફ્લિપ ધ ક્વેશ્ચન લાઇફ લાઇનનો ઉપયોગ કર્યો હતો. દેવી દુર્ગાને મહિષમર્દની ઉપરાંત કયા અસુરનો સંહાર કરવા માટે અન્ય એક નામથી જાણવામાં આવે છે. આ સવાલ તેને ફ્લિપ કરાવ્યો હતો. જોકે સવાલ બદલ્યા બાદ તેણે જે જવાબ આપ્યો 'ચામુંડા' તે એકદમ સાચો હતો.


ભાડાંનાં ઘરમાં રહેતી હતી ચરણા- ચરણા જ્યારે 12 લાખ 50 હજાર રૂપિયા જીતી ત્યારે તેને પુછવામાં આવ્યું કે આપ આ પૈસાનું શું કરશો તો તેણે કહ્યું કે તે તેનાંથી ઘર ખરીદશે કારણ કે તે હાલમાં ભાડાંનાં ઘરમાં રહે છે.


ચરણાનો પતિ અમન કુમાર આસિસ્ટંટ ટ્રેઝરી ઓફિસર છે. જ્યારે ચરણાની માતા ટ્રેઝરી ઓફિસર છે. એવામાં અમન તેની સાસુને લગ્ન બાદ પણ મેડમ કહીને જ બોલાવે છે. ચરણાએ ખુલાસો કર્યો કે તેનાં લગ્ન થયા ત્યારે તેની ઉંમર ખુબજ નાની હતી. ચરણાની માતા અને પતિ અમન એક ઓફિસમાં કામ કરતાં એટલે ભણવા બાબતે માતાએ જ પહેલી વખત અમન સાથે તેની વાત કરાવી હતી. ફોન પર જ તેમણે સૌથી પહેલાં વાત કરી અને બાદમાં લેબર ઇન્સપેક્ટરનું ભણતર પૂર્ણ કર્યું.