

એકતા કપૂરની કસૌટી ઝીંદગી કીની રીમેક ઘણાં ચડાવ-ઉતાર રપથી પસાર થઈ રહી હતી. ઘણી વખત આ સીરિયલ ઈન્ટ્રેસ્ટિંગ બની જતી, તો ઘણી વખત એટલી જ બોરિંગ પણ બનતી. સીરિયલમાં કોમોલિકા એટલે કે હીના ખાનની એન્ટ્રી સમયે શો ની ટીઆરપી ઘણી વધુ રહેતી. અને પછી કોમોલિકા શો માંથી ઘણા સમય માટે ગાયબ પણ થઈ ગઈ હતી.


પરંતુ શો હાલના સમયે તેના ટવીસ્ટ્ના કારણે ઘણો પોપ્યૂલર થયો છે. વ્યૂઅર્સ હવે ખૂબ જ એક્સાઈટેડ છે કે હવે આગળ શું થશે? અનુરાગ કોની સાથે તેની મિરિડ લાઈફ વીતાવશે?


<br />કારણ કે એક બાજુ અનુરાગે કોમોલિકા સાથે લગ્ન કરી લીધા છે અને બીજી બાજુ પ્રેરણા અનુરાગના બાળકની મા બનવા જઈ રહી છે.


મજબૂરીમાં અનુરાગે પ્રેરણાને તરછોડવાનો નિર્ણય તો લીધો હતો. અને અનુરાગના આ વર્તનથી પ્રેરણા ઘણી જ દુ:ખી પણ થઈ ગઈ હતી. પરંતુ પોતે મા બનવાની છે તે ખબરથી પ્રેરણા હવે ઘણી જ મજબૂત થઈ ગઈ છે. અને તેને નિર્ણય કરી લીધો છે કે હવે તે અનુરાગની સાથે એના જ ઘરમાં રહેવા જશે.


પ્રેરણાના આ નિર્ણયથી અનુરાગ પણ ઘણો અચંભિત છે, તે સમજી જ નથી શકતો કે તેની લાઈફમાં આ થઈ શું રહ્યું છે? પરંતુ તે અંદરથી ખૂશ પણ થઈ ગયો છે કે હવે પ્રેરણા તેની સાથે તેના જ ઘરમાં રહેવાની છે..


પરંતુ હવે આ બધું જ્યારે કોમોલિકા અને અનુરાગની મા ને ખબર પડશે ત્યારે ઘરમાં કેવો મેલો-ડ્રામા થશે તે તો હવે આગળના એપિસોડમાં જ ખબર પડે....