1/ 6


સુપરમોડલ કેટ અપ્ટન પ્રેગ્નેન્ટ છે અને પતિ જસ્ટિન વેરલેન્ડરથી આ તેનું પહેલું બાળક છે. બંનેએ ગત વર્ષે નવેમ્બરમાં ઇટાલીમાં લગ્ન કર્યા હતાં.
2/ 6


વેબસાઇટ પીપીલ ડોટ કોમ મુજબ એપ્ટને શનિવારે ઇન્સ્ટાગ્રામ પર તેની પ્રેગ્નેન્સીનાં ગૂડન્યુઝ શેર કર્યા હતાં.
3/ 6


ઇન્સ્ટાગ્રામ પર મુકેલી આ તસવીરમાં કેટ મિયામીમાં બાલ્કનીમાં લાલ સૂટ અને સફેદ ટોપમાં નજર આવે છે. આ સમયે તેનું બેબી બમ્પ પણ દેખાઇ રહ્યું છે.
4/ 6


કેટે વેરલેન્ડરને ટેગ કરીને લખ્યું છે, મિયામીમાં ગર્ભવતી. આ પર વેરલેન્ડરે કહ્યું છે, તું એક અદ્ભૂત મા બનવા જઇ રહી છે.
5/ 6


તેણે વધુમાં લખ્યું કે, હું તારી સાથે આ નવી યાત્રાને શરૂ કરવા માટે વધુ રાહ નથી જોઇ શકતો. તુ સૌથી વિચારશીલ, પ્રેમાળ, દેખરેખ રાખનારી અને મજબૂત મહિલા છો. મને તારા પર ગર્વ છે કે અમારું બાળક તારા જેવી મહિલા દ્વારા ઉછેરવામાં આવશે. હું તને ખુબજ પ્રેમ કરુ છું.