

એક તરફ કન્ફર્મ થઇ ગયુ છે કે હિના ખાન હાલનાં ટીવીનાં પોપ્યુલર શો કસોટી ઝિંદગી કી-2 છોડી રહી છે. તે આ શોમાં ટોટલી એથનિક અવતારમાં નજર આવે છે પણ રિઅલ લાઇફમાં તે ઘણી જ બોલ્ડ છે અને તેનાં વેસ્ટર્ન લૂકની તસવીરો અવાર નવાર તેનાં ઇન્સ્ટાગ્રામ પર શેર કરતી રહે છે.


હાલમાં જ તેણે પિન્ક ટોપ અને બ્લૂ ડેનિમ સ્કર્ટ કમ પેન્ટમાં હોટ તસવીર શેર કરી છે. જેમાં તેની પાતળી કમર તેને ફ્લોન્ટ કરી છે. આ તસવીરમાં તે ખરેખર બ્યૂટિફૂલ લાગી રહી છે.


થોડા દિવસ પહેલાં જ તેણે તેનાં ઇન્સ્ટાગ્રામ પેજ પર આ તમામ તસવીરો શેર કરી છે. વાત કરીએ તેનાં નવાં લૂકની તો આ લૂક તેનાં નવાં શો માટે છે.


હિના ટૂંક સમયમાં કુકરી શો 'કિચન ચેમ્પિયન'માં નજર આવશે. જેમાં તે તેનાં બોયફ્રેન્ડ રોકી જયસવાલ સાથે જશે. આ શોનાં સ્પર્ધકોની લિસ્ટ સામે આવી નથી પણ શોમાં તેનો મિત્ર પ્રિયંક શર્મા પણ હોય તેવી વાતો છે.


હિના તેનાં ફિગરને મેઇનટેઇન કરવા જીમમાં પરસેવો પાડી રહી છે તેની આ જ તસવીરો હાલમાં સોશિયલ મીડિયા પર વાઇરલ થઇ રહી છે.


હિનાએ થોડા દિવસ પહેલાં જ 'કસોટી..'નાં તેનાં બ્રાઇડિયલ લૂકની તસવીરો તેનાં ઇન્સ્ટાગ્રામ પેજ પર શેર કરી હતી.