1/ 4


એક્ટર સૈફ અલી ખાન સાથે ખુશહાલ જીવન વિતાવી રહેલી કરિના કપૂર ખાને ઇશ્ક 104.8 FM પર વોટ અ વૂમન વિથ કરીના કપૂર ખાન નામનો શો શરૂ કર્યો. અહીં તે મહિલાઓને લગતા પ્રશ્ન ઉઠાવશે અને તેનાંથી બનતી તમામ સમસ્યાનું નિરાકરણ પણ લાવશે.
2/ 4


અહીં કરિનાને પુછવામાં આવ્યું કે, એક મહિલા તરીકે તે તેનાં જીવનમાં શું ઇચ્છે છે, જેનાં જવાબમાં તેણે કહ્યું કે, 'હું તેમાની મહિલા છુ જે પોતાનાં મનની વાત સાંભળે છે. જ્યારે હું લગ્ન કરવાની હતી ત્યારે લોકોએ મને કહ્યું હતું કે, લગ્ન ન કર તેનાંથી તારુ કરિયર પૂર્ણ થઇ જશે. કોઇ પણ પ્રોડ્યુસર તને તેની ફિલ્મમાં નહીં લે. અને તને કોઇ કામ નહીં મળે.'
3/ 4


કરિનાએ ઉમેર્યુ કે, 'જોકે લગ્ન બાદ મારી પાસે એટલું કામ છે કે હું ઘણી વખત વિચારુ છુ કે મારે હવે કામ નથી કરવું. હું તેમાંથી છું જે મારા મનનું જ સાંભળુ છું.'