

દીપિકાની અપકમિંગ ફિલ્મ છપ્પાકનો ફર્સ્ટલૂક જાહેર થઇ ગયો છે. દીપિકા આ ફિલ્મમાં એસિડ અટેક વિક્ટિમ માલતીનો રોલ અદા કરી રહી છે. દીપિકા પાદુકોણનાં લૂકને બી ટાઉનમાં સૌ કોઇ વખાણી રહ્યું છે. ત્યારે હવે કંગના રનૌટની બહેન રંગોલી ચંદેલે પણ દીપિકાનાં લૂકનાં વખાણ કર્યા છે. આપને જણાવી દઇએ કે, રંગોલી પોતે એક એસિડ અટેક સરવાઇવર છે.


રંગોલીએ સોશિયલ મીડિયા પર દીપિકા પાદુકોણનાં વખાણ કરતાં ટ્વિટ કરી છે અને તેમાં લખ્યુ છે કે, દુનિયામાં ભગે ગમે તેટલો ભેદભાવ કે અન્યાય હોય, જેનાંથી આપણે નફરત કરીએ છીએ. તેમને તેમની રીતે જવાબ ન આપવો જોઇએ.


'છપ્પાક' ફિલ્મ લક્ષ્મી અગ્રવાલનાં જીવન પર બનાવવામાં આવી છે, લક્ષ્મી ઘણી મહિલાઓ માટે એક પ્રેરણા સ્ત્રોત છે.


રંગોલી પર વર્ષ 2006માં એસિડ અટેક થયો હતો તે સમયે રંગોલી માઇક્રોબાયોલોજી ભણતી હતી. અને તે ભાડાંનાં મકાનમાં રહેતી હતી. તે સમયે એક માથા ફરેલા આશિક જે ડિલીવરી બોય બનીને આવ્યો અને રંગોલીનાં ઘરનો બેલ માર્યો... રંગોલીએ જેમ દરવાજો ખોલ્યો તેણે તેની ઉપર એસિડ ફેંકી દીધુ..


કંગનાએ એક ઇન્ટરવ્યુંમાં જણાવ્યું હતું કે, તે તેનું બધુ જ કામ છોડીને તેની બહેન પાસે ગઇ હતી. આ અટેથી રંગોલીની સાંભળવાની ક્ષમતા જતી રહી હતી. રંગોલીની 57 સર્જરી થઇ તે બાદ તે ઠીક થઇ. આજે રંગોલી એક બાળકની માતા છે અને તે સંપૂર્ણ સ્વસ્થ છે.