જૂનાગઢ: વિવાદિત ટિકટોક ગર્લ કિર્તી પટેલ સહિત 10 લોકોની ધરપકડ કરવામાં આવી છે. જૂનાગઢમાં ટિકટોક સ્ટાર કીર્તિ પટેલ સામે પોલીસે કાર્યવાહી કરી છે. ઘણાં સમયથી ઈન્સ્ટાગ્રામ પર બેફામ વાણી વિલાસ કરતાં વીડિયો અપલોડ કર્યા હતા. કીર્તિ પટેલ પોતાના સાગરીતો સાથે ગેરકાયદેસર મંડળી રચીને ભેંસાણના પરિવાર સાથે ઝઘડો કરવા આવી પહોંચી હતી. કીર્તિ પટેલ સહિત 10 લોકો સામે રાયોટિંગ સહિતની કલમો હેઠળ ગુનો નોંધાયો હતો. કીર્તિ પટેલે જમનભાઈ ભાયાણી વિરૂધ્ધ મારી નાંખવાની ધમકી આપી હતી.
જમનભાઈની ફરિયાદ લઈને પોલીસે કીર્તિ પટેલ (સુરત), અજય મંગુ જેબલીયા (સુરત) ,અવનીક ભરત વધાસીયા (સુરત), ભરત ધીરુ મજેઠીયા (નાના ભાદરકા) , જીતેન્દ્રસિંહ રાઠોડ (અમદાવાદ) , જતિન લાઠીયા (સુરત), વૈશાખ અરવિંદ રફાળીયા (સુરત), યશ વિપુલભાઈ મુજપરા (સુરત), સુરેન્દ્રસિંહ જસુ સિસોદિયા (સાણંદ), જયદિપ લાઠીયા (સુરત) વિરુદ્ધ ગેરકાયદે મંડળી રચીને માર મારી મારવાની ધમકી આપ્યાની ફરિયાદ દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે