Ashish Parmar, Junagadh : જૂનાગઢમાં શિવરાત્રીનો મેળો અને પરિક્રમા યોજાય છે. આ બન્ને કાર્યક્રમાં લાખોની સંખ્યામાં ભાવીકો આવતા હોય છે. તંત્ર દ્વારા તૈયારીઓ કરવામાં આવે છે. જૂનાગઢથી ભવનાથ જવા માટે 2 માર્ગીય રસ્તો બનાવવામાં આવ્યો હતો. પરંતુ દામોદરકુંડ ખાતે ફક્ત એક માર્ગીય રસ્તો જ હતો. જેના કારણે અહીં ભારે ટ્રાફીક થતો હતો. દામોદરકુંડ પાસે ટનલ બનાવવામાં આવી છે. જેના કારણે ટ્રાફીક હળવો થશે.