ડાંગમાં એસ.ટી. બસને અકસ્માત નડ્યો : બીજા એક બનાવમાં ડાંગમાં પણ એક એસ.ટી. બસને અકસ્માત નડ્યો છે. અહીં સાપુતારાથી બાલાસિનોર જતી બસને રસ્તામાં અક્સમાત નડયો છે. સાપુતારાથી બાલાસિનોર તરફ જતી બસ ચીખલી ગામથી આગળ નીકળી ત્યારે રસ્તામાં ટર્નમાં અકસ્માત નડ્યો હતો. બસમાં સવાર તમામ મુસાફરો સુરક્ષિત છે. જોકે, તેમને નાની મોટી ઈજા થઈ હતી.