અતુલ વ્યાસ, જૂનાગઢઃ તહેવારો નજીક (festival time) આવે ત્યારે ગુજરાતમાં દારૂની હેરાફેરી (Alcohol smuggling) સક્રિય થતી હોય તેમ છાસવારે તહેવારોની સિઝનમાં દારૂ પકડાયાના અનેક કિસ્સાઓ ભૂતકાળમાં બનતા રહે છે. ત્યારે બૂટલેગરોને (bootllegger) નિષ્ફળ બનાવવા માટે પોલીસ પણ સતત (police) સક્રિય રહે છે અને બાતમીના આધારે દારૂ પકડતી જોવા મળે છે. જોકે, જૂનાગઢમાં કેશોદ પોલીસે (keshod police) બૂટલેગર નહીં પરંતુ એસટી બસના ડ્રાઈવરને દારૂના જથ્થા (st bus driver caught with liquor) સાથે પકડ્યો હતો. અને કેશોદ પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથધરી હતી.
મળતી માહિતી પ્રમાણે કેશોદ પોલીસે બાતમીના આધારે ગુરુવારે રાત્રે જેતપુર ડેપોની દીવ-જેતપુર બસની તપાસ હાથધરી હતી. જેના પગલે બસના ડ્રાઈવરના થેલામાંથી 7 બોટલ ઈંગ્લીશ દારૂનો જથ્થો મળ્યો હતો. પોલીસે ડ્રાઈવર, કંડક્ટર સહિત ત્રણ લોકોની ધરપકડ કરી હતી. દીવથી દારૂની બસમાં હેરાફેળી થતી હોવાની બીજી ઘટના સામે આવી હતી.
કેશોદ પોલીસની ટીમે ડ્રાઈવ પાસેથી મોબાઈલ રોકડ સહિત કુલ 24 હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. જોકે, રાતના સમયે એસટી બસનો ડ્રાઈવર દારૂના જથ્થા સાથે ઝડપાતા બસના મુસાફરો રસ્તા વચ્ચે રઝડી પડ્યા હતા. જોકે, મોડી રાત્રે પેસેન્જરોને બીજી એસ.ટી.મારફતે રવાના કરવામાં આવ્યા હતા. પોલીસે આરોપી<br />અલ્કેશ જીવરાજ મૂળિયાં, રાજસિંહ હરદાસ દિવરાણીયા, રાજેશ ડાયા ગોરડ વધુ તપાસ હાથધરી હતી.