Home » photogallery » junagadh » Junagadh: ભવનાથ મહાદેવને ધજારોહણ સાથે 100 ધુણા પ્રજ્વલીત થશે, જુઓ Photos

Junagadh: ભવનાથ મહાદેવને ધજારોહણ સાથે 100 ધુણા પ્રજ્વલીત થશે, જુઓ Photos

ભવનાથમાં 15 ફેબ્રુઆરીથી શિવરાત્રીનાં મેળાનો પ્રારંભ થશે. તંત્રે તૈયારીઓ શરૂ કરી દીધી છે. ભવનાથમાં ચહલપહલ પણ વધી ગઇ છે. સંતો તેમજ લોકોનું ધીમેધીમે આગમન થઇ રહ્યું છે.

विज्ञापन

  • 15

    Junagadh: ભવનાથ મહાદેવને ધજારોહણ સાથે 100 ધુણા પ્રજ્વલીત થશે, જુઓ Photos

    Ashish Parmar, Junagadh: શિવની ભક્તિમાં લીન થઈ જવાનું પર્વ એટલે મહાશિવરાત્રી. 15 ફેબ્રુઆરી થી શરૂ થતું મહાશિવરાત્રીનું આ પર્વ માટે અત્યારથી જ સાધુ - સંતો આવી રહ્યા છે. શિવરાત્રી મેળાના પ્રથમ દિવસે જ ધજા ચડતાની સાથે 100 થી વધુ ધુણા પ્રજ્વલીત થતા હોય છે.

    MORE
    GALLERIES

  • 25

    Junagadh: ભવનાથ મહાદેવને ધજારોહણ સાથે 100 ધુણા પ્રજ્વલીત થશે, જુઓ Photos

    ભવનાથમાં યોજાતા શિવરાત્રીનાં મેળાની તૈયારીઓ શરૂ થઇ ગઇ છે. સાધુ-સંતોનું આગમન થઇ ગયું છે. ભવનાથમાં નીયત સ્થાન પર ધુણા બનાવવામાં આવી રહ્યાં છે.

    MORE
    GALLERIES

  • 35

    Junagadh: ભવનાથ મહાદેવને ધજારોહણ સાથે 100 ધુણા પ્રજ્વલીત થશે, જુઓ Photos

    સાધુઓ દ્વારા બનાવવામાં આવતા ધુણાનો પ્રજ્વલીત કરવાનો ખાસ સમય હોય છે. મેળાનાં પ્રારંભે ભવનાથ મહાદેવનાં મંદિરે ધજા ચઢાવવામાં આવે છે. બાદ ધુણા પ્રજ્વલીત થયા છે.

    MORE
    GALLERIES

  • 45

    Junagadh: ભવનાથ મહાદેવને ધજારોહણ સાથે 100 ધુણા પ્રજ્વલીત થશે, જુઓ Photos

    ભવનાથનાં મેળાં જુદા જુદા અખાડાનાં સંતો, સાધુઓ આવતા હોય છે. દરેક અખાડાની જગ્યાની આસપાસ ધુણા બનાવતા હોય છે. ભવનાથમાં 15 ફેબ્રુઆરીથી 18 ફેબ્રુઆરી સુધી શિવરાત્રીનાં મેળાનું આયોજન કરવામાં આવ્યું છે.

    MORE
    GALLERIES

  • 55

    Junagadh: ભવનાથ મહાદેવને ધજારોહણ સાથે 100 ધુણા પ્રજ્વલીત થશે, જુઓ Photos

    મેળામાં લાખોની સંખ્યામાં લોકો ઉમટી પડે છે. ભવનાથ મંદિરની બાજુમાં અને પાછળનાં ભાગે સાધુઓ ધુણા બનાવે છે. દર વર્ષે 100થી વધુ ધુણા બનતા હોય છે.

    MORE
    GALLERIES